Education News : એલોવેરામાં હોય છે ઇલેક્ટ્રોનિક મેમરી ઇફેક્ટ, આપણી મેમરીને કરી શકે છે પ્રભાવિત : રિસર્ચ

Education News : આઈઆઈટી ઇન્દોરથી (IIT Indore) એક સમાચાર સામે આવી રહ્યા છે. અહીયાંની ટીમે એલોવેરા પર એક નવી શોધ કરી છે. આ શોધના સારા અને દૂરગામી પરિણામો મળી શકે છે.

Education  News : એલોવેરામાં હોય છે ઇલેક્ટ્રોનિક મેમરી ઇફેક્ટ, આપણી મેમરીને કરી શકે છે પ્રભાવિત : રિસર્ચ
સાંકેતિક તસ્વીર
| Edited By: | Updated on: Jun 21, 2021 | 4:16 PM

Education News :  આઈઆઈટી ઇન્દોરથી (IIT Indore) એક સમાચાર સામે આવી રહ્યા છે. અહીયાંની ટીમે એલોવેરા પર એક નવી શોધ કરી છે. આ શોધના સારા પરિણામો મળી શકે છે. આઈઆઈટી ઇન્દોરના ભૌતિક વિભાગના પ્રોફેસર ડૉ. રાજેશ કુમાર અને તેમના વિદ્યાર્થીઓએ શોધમાં જાણકારી મેળવી કે એલોવેરાના છોડમાં જે ફૂલ આવે છે, તે ફૂલમાં ઇલેક્ટ્રોનિક મેમરીનો પ્રભાવ રાખવાવાળા અવયવો હોય છે.

ડૉ. રાજેશના રિસર્ચ સ્કોલર તનુશ્રી ઘોષ દ્વારા કરવામાં આવેલી શોધમાં જાણકારી મળી આ મેમરી પ્રભાવનો ઉપયોગ ડેટા સ્ટોરેજ માટે થઇ શકે છે. શોધમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે આ પોતોનામાં જ એક અનોખી શોધ છે. કારણ કે અત્યાર સુધી અન્ય કોઇ વનસ્પતિમાં આવા પ્રકારનો પ્રભાવ જોવા મળ્યો નથી.

ડૉ. રાજેશ કુમાર અને ટીમ મટેરિયલ એન્ડ ડિવાઇસ લેબમાં નેચર સાથે જોડાયેલી ચીજ પર સતત રિસર્ચ કરી રહી છે. જેથી ચીજના અવયવોથી પર્યાવરણ અને સમાજ માટે સકારાત્મક કામ કરી શકાય. એસીએસ અપ્લાઇડ ઇલેક્ટ્રોનિક મટેરિયલ્સ નામના આંતરરાષ્ટ્રીય જર્નલમાં તાજેતરમાં પ્રકાશિત શોધપત્ર પ્રમાણે એલોવેરાના ફૂલ મેમરી પ્રભાવ, એક મેમરિસ્ટર નામના ઇલેક્ટ્રોનિક ઉપકરણના સિધ્ધાંત પર કાર્ય કરે છે. પરંતુ આ ટેપ રેકોર્ડર અથવા કમ્પ્યૂટર ચિપ જેવા ચુમ્બકીય મેમરી ઉપકરણોથી અલગ છે.

તનુશ્રી ઘોષ સિવાય આ કામમાં સુચિતા કાંડપાલ, ચંચલ રાની, મનુશ્રી તંવર, દેવેશ કુમાર પાઠક અને અંજલી ચૌધરીએ પણ યોગદાન આપ્યુ છે. આઈઆઈટી મેનેજમેન્ટ પ્રમાણે ભારત સરકારના વિજ્ઞાન અને પ્રાધૌગિકી વિભાગ અને વિજ્ઞાન અને એન્જીનિયરિંગ બોર્ડ દ્વારા પ્રાયોજિત આ શોધના સકારાત્મક અન દૂરગામી પરિણામ મળવાની આશા છે.

આ રિસર્ચ ભૌતિક વિભાગ સાથે-સાથે ગ્રામીણ વિકાસ અને પ્રાધૌગિકી અને એડવાન્સ્ડ ઇલેક્ટ્રોનિક્સ કેન્દ્ર દ્વારા સંયુક્ત રુપથી કરવામાં આવ્યુ છે. આઈઆઈટી ઇન્દોર આજકાલ નવી નવી શોધ કરી રહી છે.