દિવાળી પહેલા ખાદ્ય તેલના ભાવમાં થશે ઘટાડો, તહેવાર પહેલા સામાન્ય લોકોને મળશે તેનો લાભ

|

Oct 19, 2021 | 12:36 PM

સરકારે કેટલાક ખાદ્ય તેલની આયાત પર આયાત ડ્યૂટીમાં મોટો કાપ મૂક્યો છે. નિષ્ણાતો માને છે કે જો ઘટાડાનો સંપૂર્ણ લાભ ગ્રાહકોને આપવામાં આવે તો તેલના ભાવ પ્રતિ લિટર 15 થી 20 રૂપિયા સુધી ઘટી શકે છે.

દિવાળી પહેલા ખાદ્ય તેલના ભાવમાં થશે ઘટાડો, તહેવાર પહેલા સામાન્ય લોકોને મળશે તેનો લાભ
Edible Oil Price

Follow us on

કેન્દ્ર સરકાર ખાદ્ય તેલના ભાવ (Edible Oil Price) ઘટાડવાનો સતત પ્રયાસ કરી રહી છે. તહેવારો પહેલા ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો કરીને સરકાર સામાન્ય લોકોને રાહત આપવાનો પ્રયાસ કરી રહી છે. છેલ્લા એક વર્ષમાં ખાદ્ય તેલના ભાવમાં ઘણો વધારો થયો છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાને કારણે જરૂરિયાતની અન્ય વસ્તુઓ પણ મોંઘી થઈ છે. આ સ્થિતિમાં સરકાર એક મોરચે રાહત આપવાની યોજના સાથે કામ કરી રહી છે. સરકારે કેટલાક ખાદ્ય તેલની આયાત પર આયાત ડ્યૂટીમાં મોટો કાપ મૂક્યો છે. નિષ્ણાતો માને છે કે જો ઘટાડાનો સંપૂર્ણ લાભ ગ્રાહકોને આપવામાં આવે તો તેલના ભાવ પ્રતિ લિટર 15 થી 20 રૂપિયા સુધી ઘટી શકે છે.

તહેવારો પહેલા ભાવ ઘટાડવા માટે પગલા લેવામાં આવી રહ્યા છે
ક્રૂડ પામ ઓઇલ, ક્રૂડ સોયાબીન ઓઇલ અને ક્રૂડ સનફ્લાવર ઓઇલ પર બેઝિક ડ્યુટી 2.5 ટકાથી ઘટાડીને શૂન્ય કરી દેવામાં આવી છે. કૃષિ સેસ પણ ક્રૂડ પામ ઓઇલ માટે 20 ટકાથી ઘટાડીને 7.5 ટકા અને ક્રૂડ સોયાબીન તેલ અને ક્રૂડ સૂર્યમુખી તેલ પર 5 ટકા કરવામાં આવી છે. RBD પામોલીન તેલ, શુદ્ધ સોયાબીન અને શુદ્ધ સૂર્યમુખી તેલ પર વર્તમાન 32.5 ટકાથી ઘટાડીને 17.5% કરવામાં આવી છે. મંત્રાલયે કહ્યુ કે 14 ઓક્ટોબર, 2021 થી 31 માર્ચ, 2022 સુધી ડ્યૂટીમાં ઘટાડો લાગુ રહેશે.

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સામાન્ય લોકોને આ કપાતનો લાભ મળશે અને તેમને તહેવારો પહેલા રસોઈ તેલ માટે થોડો ઓછો ખર્ચ કરવો પડશે. ભારત વિશ્વમાં રસોઈ તેલનો સૌથી મોટો આયાતકાર દેશ છે. રસોઈ તેલની બે તૃતીયાંશ જરૂરિયાતો આયાત દ્વારા પૂરી થાય છે. આ સ્થિતિમાં આયાતની ડ્યુટીમાં ઘટાડો તેલની કિંમત ઘટાડવા માટે શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે અને તેને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે.

ભારત ખાદ્યતેલની જરૂરિયાતોના બે તૃતીયાંશ આયાત કરે છે
સરસવના તેલ સિવાય ભારત બીજા દેશોમાંથી અન્ય તેલની આયાત કરે છે. પામતેલ ઇન્ડોનેશિયા અને મલેશિયા, સોયા અને સૂર્યમુખી આર્જેન્ટિના, બ્રાઝિલ, રશિયા અને યુક્રેન જેવા દેશોમાંથી આયાત કરવામાં આવે છે. છેલ્લા એક વર્ષમાં ખાદ્યતેલના ભાવમાં 35 થી 50 ટકાનો વધારો થયો છે.

આયાત ડ્યૂટીમાં કાપ મૂકવા ઉપરાંત સરકારે ભાવ ઘટાડવા માટે સંગ્રહખોરી અટકાવવા માટે પણ પગલાં લીધા છે. સરકારે કડક શબ્દોમાં આદેશ આપ્યો છે કે ખાદ્ય તેલનો સંગ્રહ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. વેપારીઓ સાથે સ્ટોક મર્યાદા લાદવાની અને મહત્તમ છૂટક કિંમત (MRP) નક્કી કરવાની શક્યતાઓ અંગે ચર્ચા કરી હતી.

 

આ પણ વાંચો : ખેડૂતોને રાહત આપવા માટે આ રાજ્ય પેટ્રોલ-ડીઝલ પર આપશે સબસિડી, ટૂંક સમયમાં લેવાશે નિર્ણય

આ પણ વાંચો : ખેડૂતો માટે રાહતના સમાચાર: ખાતરના ભાવ વધારાને લઈને મનસુખ માંડવિયાની મોટી જાહેરાત, જાણો સંપૂર્ણ વિગત

Next Article