દિલ્હી લિકર પોલિસી કેસમાં EDનો સપાટો, બે ફાર્મા કંપનીઓના વડાની ધરપકડ

|

Nov 10, 2022 | 10:22 AM

તાજેતરમાં જ સીબીઆઈએ સમીર મહંદ્રુ અને અભિષેક બોઈન્નાપિલ્લાઈની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધા હતા. જ્યારે આ કેસમાં આરોપી દિનેશ અરોરાએ કોર્ટમાં અરજી દાખલ કરીને સરકારી સાક્ષી બનવાની અપીલ કરી છે.

દિલ્હી લિકર પોલિસી કેસમાં EDનો સપાટો, બે ફાર્મા કંપનીઓના વડાની ધરપકડ
Enforcement Directorate

Follow us on

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ નવી દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આજે વહેલી સવારે બે લોકોની ધરપકડ કરી છે. EDએ હૈદરાબાદ સ્થિત ઓરોબિંદો ફાર્મા લિમિટેડના ડિરેક્ટર શરદ રેડ્ડી અને પરનોદ રિકાર્ડ નામની દારૂની કંપનીના અધિકારી વિનય બાબુની ધરપકડ કરી છે. આ ધરપકડો સાથે, દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત કેસમાં અત્યાર સુધીમાં કુલ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા પાંચ પૈકી ઈડી દ્વારા ત્રણ અને સીબીઆઈ દ્વારા બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.

તાજેતરમાં જ સીબીઆઈએ સમીર મહંદ્રુ અને અભિષેક બોઈન્નાપિલ્લાઈની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધા હતા. જ્યારે આ કેસમાં આરોપી દિનેશ અરોરાએ કોર્ટમાં અરજી દાખલ કરીને સરકારી સાક્ષી બનવાની અપીલ કરી છે.

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

સપ્ટેમ્બરમાં ઇડીએ 30 સ્થળો પર દરોડા પાડ્યા હતા

સપ્ટેમ્બરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે નવી એક્સાઇઝ પોલિસીમાં કથિત કૌભાંડના સંદર્ભમાં દિલ્હી સહિત લગભગ 30 સ્થળોએ દરોડા પાડ્યા હતા. EDના દરોડા અંગે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે, પહેલા CBIના દરોડા પાડવામાં આવ્યા હતા, કંઈ મળ્યું નથી. હવે EDના દરોડામાં પણ કંઈ બહાર નહીં આવે. દેશમાં શિક્ષણનો જે માહોલ છે, અરવિંદ કેજરીવાલજી જે કામ કરી રહ્યા છે તેને રોકવાનું કામ થઈ રહ્યું છે, પરંતુ તેઓ તેને રોકી શકશે નહીં.

Next Article