Earthquake Breaking News: લેહ-લદ્દાખમાં ફરી ભૂકંપના આંચકા, 4 કલાકમાં બીજી વખત ધરતી ધ્રૂજી

|

Jun 18, 2023 | 6:46 AM

Earthquake Hits Leh and Ladakh: શનિવારે મોડી રાત્રે 2.16 વાગ્યે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.1 હતી. અગાઉ અહીં સવારે 9.44 કલાકે ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 હતી.

Earthquake Breaking News: લેહ-લદ્દાખમાં ફરી ભૂકંપના આંચકા, 4 કલાકમાં બીજી વખત ધરતી ધ્રૂજી
Earthquake (File Image)

Follow us on

Earthquake Hits Leh and Ladakh: લેહ-લદ્દાખમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. ચાર કલાકમાં બીજી વખત અહીં ધરતી ધ્રૂજી છે. શનિવારે મોડી રાત્રે 2.16 વાગ્યે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.1 હતી. અગાઉ અહીં સવારે 9.44 કલાકે ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 હતી. બંને વખત આવેલા આ ભૂકંપમાં કોઈ નુકસાનના સમાચાર નથી.

 

આ પણ વાંચો: મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીને છેલ્લું સમન્સ, 4 જુલાઈએ રાંચી કોર્ટમાં હાજર થવાનો આદેશ

પહેલા આવ્યો 4.1ની તીવ્રતાનો ભૂકંપ

જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રૂજી

લેહ-લદ્દાખ સિવાય જમ્મુ-કાશ્મીરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.4 હતી. ભૂકંપ 9.55 મિનિટે આવ્યો હતો. તેનું કેન્દ્ર 18 કિલોમીટરની ઊંડાઈ પર હતું. તેનું સ્થાન ડોડામાં હતું.

ભૂકંપ કેમ અને કેવી રીતે થાય છે?

ધરતીની અંદર પ્લેટોના અથડામણને કારણે ભૂકંપ આવે છે. ભૂસ્તરશાસ્ત્રીઓ કહે છે કે આપણી પૃથ્વી 12 ટેક્ટોનિક પ્લેટ પર સ્થિત છે. જ્યારે આ પ્લેટો અથડાય છે ત્યારે જે ઊર્જા બહાર આવે છે તેને ભૂકંપ કહેવાય છે. તેમના મતે પૃથ્વીની નીચે હાજર આ પ્લેટો ખૂબ જ ધીમી ગતિએ ફરતી રહે છે. દર વર્ષે આ પ્લેટો તેમની જગ્યાએથી 4-5 મીમી ખસી જાય છે. આ દરમિયાન કોઈ પ્લેટ એકબીજાથી દુર ખસી જાય છે અથવા કોઈ નીચેથી સરકી જાય છે. આ દરમિયાન પ્લેટોના અથડામણને કારણે ભૂકંપ આવે છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:34 am, Sun, 18 June 23

Next Article