Hyderabad: હૈદરાબાદમાં નશામાં ધૂત મહિલા કાર ચાલકે સ્કૂટી સવારને કચડી નાખ્યો, જુઓ CCTV Video

પોલીસના જણાવ્યા મૂજબ હૈદરાબાદમાં બંજારા હિલ્સ વિસ્તારમાં એક ઓવર સ્પીડમાં ચાલતી કારની ટક્કરથી એક યુવક ઘાયલ થયો છે. કારને એલ મહિલા ચલાવી રહી હતી અને તે નશામાં હતી. આ અકસ્માતની સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ હતી.

Hyderabad: હૈદરાબાદમાં નશામાં ધૂત મહિલા કાર ચાલકે સ્કૂટી સવારને કચડી નાખ્યો, જુઓ CCTV Video
Car Accident
| Edited By: | Updated on: Jul 07, 2023 | 6:29 PM

ત્રણ દિવસ પહેલા જ હૈદરાબાદમાં (Hyderabad) સ્પીડમાં ચાલી રહેલી કારનો કહેર જોવા મળ્યો હતો. આજે ફરી એક એસયુવીએ સિવિક સંસ્થાના કર્મચારીને જોરદાર ટક્કર મારી હતી, જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. હાલમાં ઘાયલ યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ ઘટના બાદ હૈદરાબાદ પોલીસે કેસ નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.

અકસ્માતની સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ

પોલીસના જણાવ્યા મૂજબ હૈદરાબાદમાં બંજારા હિલ્સ વિસ્તારમાં એક ઓવર સ્પીડમાં ચાલતી કારની ટક્કરથી એક યુવક ઘાયલ થયો છે. BMW કારને એલ મહિલા ચલાવી રહી હતી અને તે નશામાં હતી. આ અકસ્માતની સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ હતી. આ ઘટના બાદ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

 

 

આરોપી મહિલા ઘટના સ્થળેથી ભાગી જાય છે

CCTV ફૂટેજમાં જોવા મળી રહ્યુ છે કે, એક વ્યક્તિ તેની સ્કૂટી ધીમી ગતિએ ચલાવી રહ્યો હતો. ત્યારે જ એક કાર રોંગ સાઈડમાંથી આવે છે અને ટુ-વ્હીલરને જોરદાર ટક્કર મારે છે. આ કાર એક મહિલા ચલાવી રહી હતી. કાર ચાલક ટક્કર માર્યા બાદ પણ રોકાતી નથી અને યુવકને ઢસડીને લઈ જાય છે. આરોપી મહિલા ઘટના સ્થળેથી ભાગી જાય છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (GHMC) માં કામ કરતા વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક છે.

આ પણ વાંચો : Tripura: ત્રિપુરા વિધાનસભામાં હંગામો થયો, ધારાસભ્યોએ ટેબલ પર ચઢીને કર્યું પ્રદર્શન, જુઓ Video

હૈદરાબાદમાં સ્પીડ કારે 3 લોકોના જીવ લીધા

હૈદરાબાદમાં ત્રણ દિવસ પહેલા જ એક કારે બે મહિલાઓ અને એક બાળકને અડફેટે લીધા હતા. કાર એટલી સ્પીડમાં હતી કે ડ્રાઈવર પણ તેના પર કાબૂ રાખી શક્યો નહીં. આ ઘટનામાં બે મહિલા અને એક બાળકના મોત થયા હતા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજનો વીડિયો પણ વાયરલ થયો હતો. ઘટના બાદ કાર ચાલક અને અન્ય ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી અને આ મામલાની તપાસ ચાલી રહી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો