Alert : જમ્મુમાં એરફોર્સ સ્ટેશન પર હુમલા બાદ શ્રીનગરમાં ડ્રોન પર પ્રતિબંધ મુકાયો

|

Jul 04, 2021 | 4:55 PM

શ્રીનગરમાં ડ્રોન ઉડાવવા ઉપરાંત તેના વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેમની પાસે પહેલેથી ડ્રોન છે તેમને નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા જણાવવામાં આવ્યું છે.

Alert : જમ્મુમાં એરફોર્સ સ્ટેશન પર હુમલા બાદ શ્રીનગરમાં ડ્રોન પર પ્રતિબંધ મુકાયો
જમ્મુમાં એરફોર્સ સ્ટેશન પર હુમલા બાદ શ્રીનગરમાં ડ્રોન પર પ્રતિબંધ મુકાયો

Follow us on

જમ્મુના એરફોર્સ સ્ટેશન પર ડ્રોન (Drone)હુમલા બાદ અને સૈન્ય મથકો નજીક તેની પર દેખરેખ રાખવામાં આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓ આ નવા ખતરાને પહોંચી વળવાની વ્યવસ્થા કરી રહી છે. જેના પગલે હવે શ્રીનગર(Srinagar)જિલ્લા વહીવટીતંત્રે ડ્રોન પર પ્રતિબંધ મૂક્યો છે.

કઠુઆ જિલ્લામાં પણ વહીવટીતંત્રે ડ્રોન પર પ્રતિબંધ મૂક્યો

જેમાં માત્ર ડ્રોન(Drone) ઉડાવવા ઉપરાંત તેના વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેમની પાસે પહેલેથી ડ્રોન(Drone) છે તેમને નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા જણાવવામાં આવ્યું છે. આ અગાઉ રાજૌરી અને કઠુઆ જિલ્લામાં પણ વહીવટીતંત્રે ડ્રોન પર પ્રતિબંધ મૂક્યો હતો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા જણાવાયુ 

સુરક્ષાના કારણો ટાંકીને શ્રીનગરના ડીએમ મોહમ્મદ એજાજે હુકમમાં જણાવ્યું છે કે શ્રીનગર જિલ્લામાં ડ્રોન અને અન્ય યુએવીના ઉપયોગ, સ્ટોકલિંગ, વેચાણ પર પ્રતિબંધ છે. આ આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જેમની પાસે ડ્રોન કેમેરા અથવા આવા અન્ય યુ.એ.વી. છે તેઓએ તેને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા જણાવ્યું છે.

આ ઉપરાંત સરકારી કામ માટે ડ્રોનનો ઉપયોગ કરતા પહેલા પોલીસ સ્ટેશનોને પણ જાણ કરવી પડશે. આ આદેશમાં જણાવાયું છે કે સરકારી વિભાગો, જેમણે મેપિંગ, સર્વેક્ષણ, કૃષિ ક્ષેત્રમાં દેખરેખ, પર્યાવરણીય સુરક્ષા, આપત્તિ વ્યવસ્થાપન, વગેરે માટે ડ્રોનનો ઉપયોગ કરવો છે. આવી કોઈ પણ પ્રવૃત્તિ પહેલા સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરવી જોઈએ. આ નિયમોના ભંગને કાયદાકીય કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે.

આ પણ વાંચો : Education Report : માતૃભાષામાં અભ્યાસ બાબતે ગુજરાત ટોપ ટેનમાં, અંગ્રેજી માધ્યમનો ક્રેઝ ઘટયો ?

આ પણ વાંચો : જાણો એક સેવિંગ્સ એકાઉન્ટ પર કેટલા ચેક મળે ફ્રી, એકસ્ટ્રા ચેક માટે કેટલો આપવો પડે છે ચાર્જ ?

Published On - 4:53 pm, Sun, 4 July 21

Next Article