ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિના દિવસે પ્રધાનમંત્રી સંગ્રહાલયનું પ્રધાનમંત્રી ઉદ્ઘાટન કરશે

|

Apr 13, 2022 | 5:35 PM

'Prime Minister's Museum: આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી દરમિયાન ઉદ્ઘાટન કરવામાં આવેલ પ્રધાનમંત્રી સંગ્રહાલય, તેના વડાપ્રધાનોના જીવન અને યોગદાન દ્વારા આઝાદી પછીની ભારતની વાર્તા કહે છે.

ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિના દિવસે પ્રધાનમંત્રી સંગ્રહાલયનું પ્રધાનમંત્રી ઉદ્ઘાટન કરશે
Pradhan Mantri Sangrahalaya

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ભારતીય બંધારણના મુખ્ય શિલ્પી ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ પર ગુરુવારે પ્રધાનમંત્રી સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરશે, જેને વડાપ્રધાનોના સંગ્રહાલય તરીકે પણ ઓળખવામાં આવે છે. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી દરમિયાન ઉદ્ઘાટન કરવામાં આવેલ સંગ્રાહાલય, તેના વડાપ્રધાનોના જીવન અને યોગદાન દ્વારા આઝાદી પછીની ભારત (India)ની વાર્તા કહે છે. રાષ્ટ્રનિર્માણમાં ભારતના તમામ વડાપ્રધાનોના યોગદાનને સન્માનિત કરવાના PM નરેન્દ્ર મોદીના વિઝન દ્વારા સંચાલિત, સંગ્રહાલય એ સ્વતંત્રતા પછીના ભારતના દરેક PM માટે શ્રદ્ધાંજલિ છે. (તેમની વિચારધારા અથવા કાર્યકાળને ધ્યાનમાં લીધા વિના.)

વડાપ્રધાન કાર્યાલયે એક રિલીઝમાં જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ એક સમાવેશક પ્રયાસ છે, જેનો ઉદ્દેશ્ય યુવા પેઢીને આપણા તમામ પીએમના નેતૃત્વ, વિઝન અને સિદ્ધિઓ વિશે સંવેદનશીલ અને પ્રેરણા આપવાનો છે.” નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરીના એક્ઝિક્યુટિવ કાઉન્સિલના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે આ સંગ્રહાલય એક ‘વર્ક ઇન પ્રોગ્રેસ’ છે. “અમારી છેલ્લી ગેલેરી પીએમ તરીકે ડૉ. મનમોહન સિંહના કાર્યકાળને દર્શાવે છે. તાજેતરના કાર્યકાળ (2014 થી પીએમ મોદી) પર પણ ટૂંક સમયમાં કામ કરવામાં આવશે,”

પ્રધાનમંત્રી સંગ્રહાલયની વિશેષતાઓ

રાષ્ટ્રનિર્માણમાં ભારતના તમામ વડાપ્રધાનોના યોગદાનને સન્માનિત કરવાના PM મોદીના વિઝન દ્વારા સંગ્રહાલયની વિભાવનાનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. સંગ્રાહાલયે ભારતના દરેક વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ છે. આઝાદી પછીની ભારતની વાર્તા તેના પીએમના જીવન અને યોગદાન દ્વારા વર્ણવે છે. સંગ્રાહાલયનો લોગો રાષ્ટ્ર અને લોકશાહીનું પ્રતીક ધરાવતું ધર્મ ચક્ર ધરાવતા ભારતના લોકોના હાથનું પ્રતિનિધિત્વ કરે છે. સંગ્રાહાલયમાં સામગ્રીને ઈન્ટરેક્ટિવ અને આકર્ષક રીતે રજૂ કરવા માટે ટેકનોલોજી-આધારિત ઈન્ટરફેસનો સમાવેશ થાય છે.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

પ્રધાનમંત્રી સંગ્રહાલય આર્કાઇવ સામગ્રી, અંગત વસ્તુઓ, સંસ્મરણો, PM ના ભાષણો, અને વિચારધારાઓ અને ભારતના વડા પ્રધાનોના જીવનના વિવિધ પાસાઓનું કૌશલ્યપૂર્ણ પ્રતિનિધિત્વ પ્રદર્શિત કરશે – આ બધું વિષયોના સ્વરૂપમાં પ્રતિબિંબિત થાય છે. સંગ્રહાલયમાં કુલ 43 ગેલેરીઓ છે. સ્વાતંત્ર્ય સંગ્રામ અને બંધારણના ઘડતરના પ્રદર્શનથી શરૂ કરીને, સંગ્રાહાલય એ વાર્તા કહે છે કે કેવી રીતે આપણા વડાપ્રધાનોએ વિવિધ પડકારોમાંથી રાષ્ટ્રને નેવિગેટ કર્યું અને દેશની સર્વાંગી પ્રગતિ સુનિશ્ચિત કરી.

આ પણ વાંચો: દિલ્હીની 80% સરકારી શાળાઓમાં મુખ્ય શિક્ષક કે આચાર્ય નથી: NCPCRના અહેવાલમાં દાવો

આ પણ વાંચો: Corona Update : ફરી કોરોના કેસમાં અંશત: વધારો, એક દિવસમાં 1000થી વધુ કેસ નોંધાતા વધી ચિંતા

Next Article