થેલેસેમિયાથી પિડાતા બાળકો માટે લોહીની અછત, વેક્સિન લેવા પહેલા બ્લડ ડોનેટ કરવા ડૉક્ટરોની અપીલ

|

Apr 23, 2021 | 6:04 PM

વેક્સિનેશનને કારણે થેલેસેમિયાગ્રસ્ત (Thalassemia) બાળકો માટે આગામી બે મહિના લોહીની ભારે તંગી ઉભી થશે.

થેલેસેમિયાથી પિડાતા બાળકો માટે લોહીની અછત, વેક્સિન લેવા પહેલા બ્લડ ડોનેટ કરવા ડૉક્ટરોની અપીલ

Follow us on

દેશમાં કોરોના સંક્રમણ ફેલાયાને એક વર્ષની ઉપર થઇ ગયુ છે. કોરોનાને કારણે ઘણી બધી સમસ્યાઓ સામે આલી રહી છે. કોરોનાને કારણે લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા તો કેટલાકે પોતાના પરિજન ગુમાવ્યા, કેટલાક લોકોએ રોજગાર-ધંધા ગુમાવ્યા તો કેટલાક લોકો માનસિક તણાવ સામે ઝઝૂમી રહ્યા છે. તેવા હાલમાં હવે બ્લડ બેંકમાં બ્લડની પણ અછત સર્જાવા લાગી છે, જેને કારણે થેલેસેમિયા (Thalassemia) જેવી ગંભીર બિમારીથી પિડાઇ રહેલા માસૂમ બાળકોને નથી મળી રહ્યુ લોહી. બ્લડ બેંકમાં લોહીનો જથ્થો ખૂટી રહ્યો હોવાથી માસૂમ બાળકોના જીવન સામે જોખમ ઉભુ થવા લાગ્યુ છે

થેલેસેમિયા (Thalassemia) ગ્રસ્ત બાળકોની મુશ્કેલી વધશે

ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર

કોરોના, ગરમી અને માસ વેક્સિનેશને કારણે બ્લડ બેંકમાં બ્લડની (Blood Bank) અછત સર્જાય રહી છે અને થેલેસેમિયા ગ્રસ્ત બાળકો લોહી માટે રાહ જોઇ રહ્યા છે. સામાન્ય દિવસો દરમિયાન પણ લોહીની અછત જોવા મળતી હોય છે તેવામાં ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે બ્લડ બેંકોમાં બ્લડની અછત વર્તાઇ રહી છે. કોરોનાને કારણે બ્લડ બેંકોને ડોનર નથી મળી રહ્યા તેવામાં હવે પહેલી મે થી 18 વર્ષથી ઉપરના લોકો માટે માસ વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ થવા જનાર છે જેના કારણે લોહીની વધુ અછત સર્જાશે. અમદાવાદમાં દરરોજ હજારો થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને લોહીની જરૂર પડે છે. મોટેભાગે 18 થી 45 વર્ષના યુવાઓ બ્લડ ડોનેટ કરતા હોય છે. પરંતુ પહેલી મે થી 18 વર્ષની ઉપરના તમામ લોકોને વેક્સિન આપવાનો નિર્ણય સરકારે લીધો છે. કોરોનાથી બચવા માટે વેક્સિન લેવી જરૂરી છે પરંતુ સરકારના આ નિર્ણયથી થેલેસેમિયા ગ્રસ્ત બાળકોની મુશ્કેલી વધશે કારણ કે વેક્સિન લીધાના 28 દિવસ સુધી બ્લડ ડોનેટ (Blood Donation) કરી શકાતુ નથી. ત્યારે વેકસીનેશનને કારણે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે આગામી બે મહિના લોહીની ભારે તંગી ઉભી થશે. લોહીની અછત ઉભી ના થાય તે માટે વેકસીન લીધા પહેલાં બ્લડ ડોનેટ કરવા થેલેસેમિયાના દર્દીઓ અને ડોકટરોએ અપીલ કરી છે. કાયમી રક્તદાતાઓ અને યુવાનો વેકસીન લીધા પહેલા બ્લડ ડોનેટ કરે અને ત્યાર બાદ વેકસીન લે તેવી અપીલ કરવામાં આવી છે. જો લોકો બ્લડ ડોનેટ નહીં કરે વેકસીન લીધા પહેલા તો અસંખ્ય થેલેસેમિયાગ્રસ્ત બાળકોને લોહી માટે વલખા મારવાનો સમય આવી શકે છે.

Published On - 6:04 pm, Fri, 23 April 21

Next Article