
ખાનગી નોકરી કરતા લોકો સમયાંતરે પોતાની નોકરી બદલતા રહે છે. નોકરી બદલતી વખતે, કર્મચારી માટે તેના એમ્પ્લોયર દ્વારા એક નવું EPF ખાતું ખોલવામાં આવે છે. જોકે, તેને ખોલતી વખતે, ફક્ત જૂના નંબરનો ઉપયોગ થાય છે. આવી સ્થિતિમાં, ઘણા કર્મચારીઓને એવી ગેરસમજ હોય છે કે જો UAN જૂનો છે, તો તે UAN નંબર હેઠળ ચાલતું તેમનું EPF ખાતું પણ એ જ હશે.
પરંતુ વાસ્તવિકતામા આવું થતું નથી. કંપની બદલાતાની સાથે, તમારા EPF ખાતા પણ અલગથી ખોલવામાં આવે છે. જેને તમે EPFO વેબસાઇટની મુલાકાત લઈને સરળતાથી જુના એકાઉન્ટને નવા સાથે મર્જ કરી શકો છો. જો તમે હજુ સુધી આ કામ કર્યું નથી, તો આના કારણે તમારે ઘણા મોટા નુકસાનનો સામનો કરવો પડી શકે છે.
સૌ પ્રથમ તમારે EPFO સભ્ય સેવા પોર્ટલ https://unifiedportal-mem.epfindia.gov.in પર જવું પડશે. આ પછી, તમારે ઓનલાઈન સેવાઓ વિભાગમાં ‘One Member – One EPF Account- Transfer Request (‘એક સભ્ય – એક EPF ખાતું – ટ્રાન્સફર વિનંતી’) પસંદ કરવી પડશે. પછી તમારે વર્તમાન એમ્પ્લોયરની વ્યક્તિગત વિગતો અને ખાતાની ચકાસણી કરવી પડશે. આ પછી તમારે Get Details પર ક્લિક કરવાનું રહેશે, ત્યારબાદ તમારી સામે જૂના નોકરીદાતાઓની યાદી ખુલશે. અહીં, તમે જે એકાઉન્ટ ટ્રાન્સફર કરવા માંગો છો તેના પર ક્લિક કરો.
પછી તમે ‘Get OTP’ પર ક્લિક કરો. તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP મોકલવામાં આવશે, તેને દાખલ કરો અને સબમિટ કરો. આ પછી તમારી વિનંતી સબમિટ કરવામાં આવશે. તમારા વર્તમાન નોકરીદાતાએ તેને મંજૂરી આપવી પડશે. જે પછી EPFO તમારા જૂના ખાતાને નવા ખાતામાં મર્જ કરશે. થોડા સમય પછી તમે તમારા મર્જરની સ્થિતિ ચકાસી શકો છો.
જો તમેતમારા પ્રોવિડન્ડ ફંડના જૂના ખાતાઓને મર્જ ન કરવાનો પહેલો ગેરલાભ એ છે કે નવું EPF ખાતું ખોલવાને કારણે, જૂના ખાતામાં પડેલા તમારા પૈસા એકસાથે દેખાતા નથી. આ ઉપરાંત, કર બચતના દૃષ્ટિકોણથી તેમનું મર્જર પણ જરૂરી છે. EPF ખાતામાંથી પૈસા ઉપાડતી વખતે પાંચ વર્ષની આ મર્યાદાનું પાલન કરવામાં આવે છે. પાંચ વર્ષ સુધી યોગદાન આપ્યા પછી, જમા રકમ ઉપાડવા પર કોઈ કર લાગતો નથી. આવી સ્થિતિમાં તમે છેલ્લા કેટલાક વર્ષથી પીએફ કપાવતા હોવ તો પણ જો ખાતા મર્જ કરાવેલા નહીં હોય તો પૈસા ઉપાડવાની જે સમય મર્યાદા છે તે નવા ખાતામાં લાગુ પડશે. પરિણામે તમે તમારા ખાતામાંથી રૂપિયા ઉપાડી નહીં શકો.
પ્રોવિડન્ટ ફંડને લગતા અન્ય તમામ મહત્વના સમાચાર જાણવા માટે તમે અમારા ટોપિક પેજ પર ક્લિક કરો.