ભારતીય ક્રિકેટ એસોસિએશન (Indian Cricket Association) દ્વારા વિકલાંગોને તેમનું કૌશલ્ય (Skills) પ્રદર્શિત કરવાની તક આપવા વર્લ્ડ દિવ્યાંગ T10 પ્રીમિયર લીગ (T10 Premier League)નું આયોજન કરાયુ છે. વર્લ્ડ દિવ્યાંગ T10 પ્રીમિયર લીગની આ સીઝન 2 હશે. આ સ્પર્ધા ફેબ્રુઆરી 2022માં નોઈડા સ્ટેડિયમ ખાતે યોજાશે, જેમાં આઠ ટીમ દરેક આઠ ખેલાડી સાથે સ્પર્ધા કરશે.
ભારત એક એવો દેશ છે જ્યાં ક્રિકેટનો વિશાળ ચાહક વર્ગ છે. અન્ય રમતોએ ભારતમાં લોકપ્રિયતા હાંસલ કરી છે પરંતુ ક્રિકેટ હંમેશા મુખ્ય રહ્યુ છે. ક્રિકેટ ભારતનું હૃદય છે. ભારતીયો રમત રમવા અને રમત જોવા બંનેમાં રોમાંચ અનુભવે છે. આવી સ્થિતિમાં, વર્લ્ડ દિવ્યાંગ T10 પ્રીમિયર લીગ એવા પ્રતિભાશાળી ખેલાડીઓને એક પ્લેટફોર્મ પૂરું પાડી રહી છે જેઓ તેમની શારીરિક મર્યાદાઓને કારણે ટોચ પર નથી આવી શક્યા.
ટૂર્નામેન્ટ પ્રત્યેના તેના પરિપ્રેક્ષ્ય વિશે વાત કરતા, રાગિણી દ્વિવેદીએ કહ્યું, “હાલમાં, શારીરિક વિકલાંગ વ્યક્તિઓ માટે કોઈ માન્ય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નથી. વૈશ્વિક સ્તરે આ એક પડકાર છે જેને દૂર કરવું આવશ્યક છે. તે સંજોગોમાં, આ ટુર્નામેન્ટ દરેકને સમાન તક પૂરી પાડવા માટે એક પહેલા પગથિયાં તરીકે કામ કરે છે.”
રાગિણી દ્વિવેદીએ વધુમાં ઉમેર્યું, “બીજી વખત આ અદ્ભુત પ્લેટફોર્મ માટે મને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કરવા બદલ હું આભાર વ્યક્ત કરવા માગુ છું. એક બ્રાંડ એમ્બેસેડર અને દર્શક બંને તરીકે, ખેલાડીઓને મેદાન પર પોતાનું સર્વસ્વ આપતા જોવા હું આતુર છું. મારા તરફથી, હું તમામ ખેલાડીઓને શુભકામનાઓ પાઠવું છું, હું તેમને એમ પણ કહેવા માગુ છુ કે વિજય કરતાં ભાગ લેવો વધુ જરૂરી છે.”
રમતગમત એ એવા વ્યવસાયોમાંથી એક છે જ્યાં શારીરિક તંદુરસ્તી આવશ્યક છે. આજના વિશ્વમાં જ્યારે દરેક રમત વધુ સ્પર્ધાત્મક બની રહી છે ત્યારે ફિટનેસ ખેલાડીની કારકિર્દીને નોંધપાત્ર રીતે પ્રભાવિત કરે છે. આવા સંજોગોમાં, વિશેષ ક્ષમતા સાથે શ્રેષ્ઠ સ્તરે રમવું એ એક ખેલાડી જે કરી શકે છે તે સૌથી અકલ્પ્ય બાબત છે. જો કે, એવા કિસ્સાઓ બન્યા છે કે જ્યાં વિકલાંગ ક્રિકેટરો તેમના દેશનું ઉચ્ચ સ્તરે પ્રતિનિધિત્વ કરવા ગયા છે. આવા ખેલાડીઓ કે જેઓ તેમના સપનાઓને અનુસરવાનું વલણ ધરાવે છે તેઓ ભાવિ પેઢીઓ માટે રોલ મોડલ બને છે અને વર્લ્ડ દિવ્યાંગ T10 પ્રીમિયર લીગ તેમને તે કરવાની તક આપી રહી છે.
લગભગ દરેક યુવા ભારતીય બાળકનું ક્રિકેટ ખેલાડી બનવાનું સપનું હોય છે. તેઓ તેમના હીરોના પગલે ચાલવા માગે છે, પરંતુ ખૂબ ઓછા બાળકો જ ક્રિકેટમાં આગળ આવી શકે છે. તેમાં પણ વિકલાંગ વ્યક્તિઓ ક્રિકેટર બનવાની તેમની ઇચ્છાને અનુસરવામાં અનોખા પડકારોનો સામનો કરે છે, કારણ કે શારીરિક તંદુરસ્તીને રમતના સૌથી મહત્વપૂર્ણ પાસાં તરીકે ગણવામાં આવે છે. આ ઇવેન્ટ એક એવું સ્થળ છે જે આ તમામ વ્યક્તિઓને જબરદસ્ત તકો પૂરી પાડે છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા આગામી શ્રેણી હેઠળ હાથ ધરવામાં આવનારી તમામ કાર્યવાહીની કાળજી લેવામાં આવી રહી છે. પેરા-ક્રિકેટ એસોસિએશનની રચના કરવાના આ પગલા દ્વારા, વર્લ્ડ દિવ્યાંગ T10 પ્રીમિયર લીગ તમામ ખેલાડીઓમાં ખેલદિલીની લાગણીને આત્મસાત કરવા માગે છે. આ પગલાં ભરવા સાથે તમામ ખેલાડીઓ સાથે સમાન વર્તન કરવાના માર્ગ પર એક મશાલ વાહક બની છે.
આ પણ વાંચોઃ Surat: ઉત્તરાયણ પહેલા વધુ એક બાળકે પતંગની લ્હાયમાં ગુમાવ્યો જીવ, પરિવારનો GEB પર ગંભીર આક્ષેપ
આ પણ વાંચોઃ ખેડૂતોના માથે ફરી માવઠાનો માર: આ તારીખે રાજ્યમાં પડી શકે છે કમોસમી વરસાદ, હવામાન વિભાગની આગાહી
Published On - 4:18 pm, Sun, 2 January 22