
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ હવે પહાડોમાંથી નીકળીને મોબાઇલ સ્ક્રીન સુધી પહોંચી રહ્યો છે. કાઉન્ટર ઇન્ટેલિજન્સ કાશ્મીરે આના એક મોટા મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. ઇન્ટેલિજન્સ વિંગે શનિવારે સવારે જ ઉત્તર અને દક્ષિણ કાશ્મીરના 5 જિલ્લાઓમાં દરોડા પાડ્યા હતા.
એવો આરોપ છે કે, ઓનલાઈન માધ્યમ દ્વારા આતંકવાદનો મહિમા કરવામાં આવી રહ્યો હતો. યુવાનોનું બ્રેઇનવોશ કરીને તેમને કટ્ટરપંથ તરફ ધકેલવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. આ ઉપરાંત આતંકીઓની ભરતીની પણ તૈયારી થઈ રહી હતી.
આ દરોડા આતંકીઓના સ્લીપર સેલ અને ઓવરગ્રાઉન્ડ વર્કર્સ વિશે માહિતી મેળવવા માટે પાડવામાં આવ્યા હતા. આ અભિયાન હેઠળ બારાબુલ્લા, શોપિયાં, અનંતનાગ, કુપવાડા અને બાંડીપોરામાં દરોડા પાડવામાં આવ્યા હતા.
#WATCH | Qazigund, Jammu & Kashmir: Counter Intelligence Kashmir (CIK) conducted simultaneous search operations at multiple locations across Anantnag, Shopian and Baramulla districts.
During a raid at a residential house in Hiller Shahabad, Anantnag, a CIK team led by DySP… pic.twitter.com/UUJlgv5ORn
— ANI (@ANI) August 8, 2026
દરોડાની આ કાર્યવાહી એક FIR હેઠળ કરવામાં આવી છે, જેમાં આતંકવાદ ફેલાવવા, યુવાનોને કટ્ટરતા તરફ ધકેલવા અને તેમને આતંકી ટ્રેનિંગ માટે ભરતી કરવાના આરોપોમાં ગુનો નોંધાયેલ છે.
અધિકારીઓનું કહેવું છે કે, FIR માં નોંધાયેલ છે કે આ લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને આતંકવાદને ગ્લોરીફાઇ કરી રહ્યા હતા. આ ઉપરાંત યુવાનોને આતંકી સંગઠન સાથે જોડાવા માટે લલચાવવામાં આવી રહ્યા હતા.
સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે, તાજેતરમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ બાદ કાર્યવાહી ઝડપી બનાવી છે. તે ઘટનાઓ પછીથી પોલીસ અત્યાર સુધી આખી કાશ્મીર ઘાટીમાં લગભગ 5000 લોકોની પૂછપરછ કરી ચૂકી છે.
આ લોકોની પૂછપરછ દરમિયાન જ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓના સ્લીપર મોડ અને ઓવરગ્રાઉન્ડ વર્કર્સ સક્રિય હોવાની માહિતી મળી હતી. આ જ આધારે કાર્યવાહી ઝડપી બની છે. કાઉન્ટર ઇન્ટેલિજન્સ કાશ્મીરે સ્થાનિક પોલીસ અધિકારીઓ સાથે મળીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
J&K COUNTER-INTELLIGENCE WING LAUNCHES VALLEY-WIDE RAIDS OVER ONLINE TERROR GLORIFICATION
Jammu & Kashmir Police’s Counter-Intelligence Kashmir (CIK) carried out multiple raids across the Kashmir Valley on August 8 in connection with a terror-related case involving the… pic.twitter.com/NtKPGBVIVw
— Resonant News (@Resonant_News) August 8, 2026
આ કાર્યવાહી હેઠળ કુપવાડાના બાબર ડારના ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. તેના પર આરોપ છે કે, તેણે સિમ કાર્ડ્સનો ગેરઉપયોગ કરીને સોશિયલ મીડિયા પર ખોટો નેરેટિવ ફેલાવ્યો હતો. બાંડીપોરામાં અબ્દુલ રાશિદ ડારની દીકરી લાલીના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. તેના પર પણ આરોપ છે કે, તેણે સિમનો ગેરઉપયોગ કર્યો અને ઓનલાઇન માધ્યમથી આતંકવાદને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો.
વધુમાં, અબરાર નબી અહમદના ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત શોપિયાંના ગુલઝાર અહમદ વાનીના ઘરે પણ રેડ પાડવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે, ગુલઝાર અહમદ વાનીનો પુત્ર ઉસ્માન ગુલઝાર પહેલાથી જ સેન્ટ્રલ જેલમાં બંધ છે.
તેને આર્મ્સ એક્ટ, આઇપીસી અને UAPA હેઠળ જેલમાં મોકલવામાં આવ્યો છે. એજન્સીનું કહેવું છે કે, ડિજિટલ રેડિકલાઇઝેશન નેટવર્ક ફેલાયેલું છે. આ ઉપરાંત ટેરર ફાઇનાન્સિંગ વિશે પણ માહિતી મળી છે.