ગોવા(GOA)માં ફરી એકવાર પ્રમોદ સાવંત પર વિશ્વાસ વ્યક્ત કરતા ભાજપે(BJP) તેમને રાજ્યના મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરી છે. તે જ સમયે, ઉત્તરાખંડમાં પણ ભાજપે પુષ્કર સિંહ ધામી (Pushakr Sinh Dhami) પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેમને મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં હવે ચર્ચાએ જોર પકડ્યું છે કે આ બંને નેતાઓ ક્યારે મુખ્યમંત્રી પદના શપથ લેશે. જો કે, એવી અપેક્ષા છે કે બંને નેતાઓ આ અઠવાડિયે મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે.ઉત્તરાખંડમાં બીજેપીને બહુમતી મળી હતી, જ્યારે ગોવામાં બહુમતીના આંકડાથી પાર્ટી એક સીટ દૂર રહી હતી. પરંતુ તેણે MGP અને અપક્ષ ધારાસભ્યોના સમર્થન સાથે બહુમતીનો દાવો કર્યો હતો.
ગોવામાં ભાજપ ધારાસભ્ય દળની બેઠક બાદ પ્રમોદ સાવંતના નામ પર મહોર લાગી હતી. જો કે, એવા પણ અહેવાલ હતા કે કેટલાક ધારાસભ્યો સાવંતના નામથી નાખુશ હતા. આ સાથે જ ગોવામાં પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી વિશ્વજીત રાણે અને ગોવાના હિમાચલ પ્રદેશના ગવર્નર રાજેન્દ્ર આર્લેકર પણ મુખ્યમંત્રી બનવાની રેસમાં હતા. પરંતુ સાવંત આ રેસ જીતી ગયા. બીજી તરફ ઉત્તરાખંડમાં સીટ હારી ગયેલા પુષ્કર સિંહ ધામીના નામ પર ભાજપે મહોર મારી દીધી છે.ધામીને વિધાયક દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા અને આ રીતે તેમના માટે ફરી એકવાર ઉત્તરાખંડના મુખ્યપ્રધાન બનવાનો માર્ગ મોકળો થયો.
પુષ્કર સિંહ ધામીએ આજે સાંજે 6 વાગ્યે ઉત્તરાખંડના રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંહ (નિવૃત્ત) સાથે મુલાકાત કરી અને સરકાર બનાવવાનો દાવો કર્યો. ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર મુજબ પુષ્કર સિંહ ધામી 23 માર્ચ બુધવારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. પહાડી રાજ્યની રાજધાની દેહરાદૂનના પરેડ ગ્રાઉન્ડમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે. આ શપથ ગ્રહણ સમારોહમાં ભાજપના મોટા નેતાઓ ભાગ લેશે.
તે જ સમયે, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અને અન્ય બીજેપી નેતાઓ રાજ્યપાલ પીએસ શ્રીધરન પિલ્લઈને મળ્યા હતા. બેઠક દરમિયાન તેમણે રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. ભાજપના ગોવા એકમના અધ્યક્ષ સદાનંદ શેટ તનાવડેએ રવિવારે કહ્યું હતું કે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 23 થી 25 માર્ચની વચ્ચે યોજાશે. આવી સ્થિતિમાં પ્રમોદ સાવંત આ દિવસે ગોવાના મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે.
Published On - 8:12 am, Tue, 22 March 22