Haryana: આજીવન કેદની સજા ભોગવી રહેલા ડેરા પ્રમુખ રામ રહીમને મળી 21 દિવસની છૂટ, રાજકીય હલચલો થઈ તેજ

|

Feb 07, 2022 | 1:30 PM

ગુરમીત રામ રહીમને સાધ્વી દુષ્કર્મ કેસમાં પંચકુલાની કોર્ટે 25 ઓગસ્ટ 2017ના રોજ હાજર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન CBIની સ્પેશિયલ કોર્ટે તેને દોષી ગણાવીને સુનારિયા જેલમાં મોકલી દીધો હતો.

Haryana: આજીવન કેદની સજા ભોગવી રહેલા ડેરા પ્રમુખ રામ રહીમને મળી 21 દિવસની છૂટ, રાજકીય હલચલો થઈ તેજ
Ram Rahim (File Image)

Follow us on

હરિયાણા (Haryana)માં બળાત્કાર અને મર્ડર કેસમાં જેલમાં સજા ભોગવી રહેલા ડેરા સચ્ચા સોદા (Dera Sacha Sauda) બાબા રામરહીમ (Ram Rahim) જેલની બહાર આવી ગયો છે. ગુરમીત રામ રહીમ સિંહને 21 દિવસની ફર્લો મળી ગઈ છે. બાબાએ પહેલા ઘણી વખત ફર્લો માટે એપ્લાય કરી હતી પણ દરેક વખતે તેમની ફર્લો રદ કરી દેવામાં આવી હતી. હાલમાં બાબા રોહતક (Rohtak)ની સુનરિયા જેલમાં બંધ છે. જણાવી દઈએ કે ફર્લો એક છુટની જેમ હોય છે, જેમાં સજા પામેલા કેદીઓને જેલમાંથી રજા મળે છે અને તેઓ નિશ્ચિત સમય માટે પોતાના ઘરે જઈ શકે છે. પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા મળેલી આ ફર્લોના ઘણા રાજકીય અર્થો પણ કાઢવામાં આવી રહ્યા છે.

આ પહેલા રામ રહીમને અલગ અલગ કારણોને લઈ પેરોલ તો મળી છે પણ ફર્લો પ્રથમ વખત મળી છે. તે પણ 21 દિવસ માટે. આ દરમિયાન રામ રહીમને ફર્લો આપવા અંગે ઘણી બાબતો સાથે જોડવામાં આવી રહી છે. જ્યાં રામ રહીમ પહેલીવાર સિરસા ડેરા પહોંચશે. તે જ સમયે, સિરસા ડેરામાં પણ અનુયાયીઓ જોડાવા લાગ્યા છે. આવી સ્થિતિમાં પંજાબમાં ચૂંટણી છે અને રામ રહીમના બહાર આવવાને કારણે રાજકીય ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે.

વર્ષ 2017માં CBI કોર્ટે સંભળાવી 20 વર્ષની સજા

જણાવી દઈએ કે ગુરમીત રામ રહીમને સાધ્વી દુષ્કર્મ કેસમાં પંચકુલાની કોર્ટે 25 ઓગસ્ટ 2017ના રોજ હાજર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન CBIની સ્પેશિયલ કોર્ટે તેને દોષી ગણાવીને સુનારિયા જેલમાં મોકલી દીધો હતો. 27 ઓગસ્ટે આ મામલે રોહતકની સુનારિયા જેલમાં જ CBIની કોર્ટ લગાવવામાં આવી, જેમાં રામ રહીમને 20 વર્ષની સજા ફટકારવામાં આવી. પત્રકાર હત્યા કેસમાં રામ રહીમને પણ દોષી ઠેરવવામાં આવ્યો હતો. આ દિવસથી રામ રહીમ જેલમાં સજા કાપી રહ્યો છે.

Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો
Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો

ડેરાના સમર્થકોની સંખ્યા લાખોમાં

ઉલ્લેખનીય છે કે પંજાબમાં 300થી વધુ ડેરા છે. તેમાંથી લગભગ 10 ડેરાના સમર્થકોની સંખ્યા લાખોમાં છે. જેમાં રાધાસ્વામી બ્યાસ, ડેરા સચ્ચા સોદા, નિરંકારી, નામધારી, દિવ્ય ચ્યોતિ જાગૃતિ સંસ્થાન, ડેરા સચખંડ બલ્લાં, ડેરા બેગોવાલના નામ મુખ્ય છે. ત્યારે પંજાબ ચૂંટણીમાં જો ડેરાના સમર્થન મળી જાય તો પાર્ટીઓને મોટો ફાયદો થઈ શકે છે. આ જ કારણ છે કે મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્નીથી લઈ શિઅદ અધ્યક્ષ સુખબીર બાદલ અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ છેલ્લા કેટલાક દિવસથી ડેરા બ્યાસ અને ડેરા સચખંડ બલ્લામાં નતમસ્તક થવા પહોંચ્યા હતા. ત્યારે આ વખતે કોઈ પણ નેતા અત્યાર સુધી કોઈ ડેરા સચ્ચા સોદા ગયા નથી.

આ પણ વાંચો: Women Sport Stars: મેરી કોમથી લઈને દંગલ સુધી, મહિલા સ્પોર્ટ્સ સ્ટાર્સના જીવન પર આધારિત આ બાયોપિક અત્યંત પ્રેરણાદાયક

આ પણ વાંચો: લતા મંગેશકરે તેમના પિતાની યાદમાં બનાવી હતી હોસ્પિટલ, સ્વર કોકિલાએ બિલ્ડિંગ બનાવવા માટે એકત્ર કર્યા હતા પૈસા

 

Next Article