તમામ EVM સાથે VVPAT લગાવવાની માંગ, સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને નોટિસ

|

Jul 17, 2023 | 2:57 PM

Supreme Court on EVM : સુપ્રીમ કોર્ટે આજે તમામ EVM સાથે VVPAT ઇન્સ્ટોલ કરવાની માંગણી કરતી અરજી પર ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. સુપ્રીમ કોર્ટ હવે ત્રણ અઠવાડિયા પછી આ મામલે સુનાવણી કરશે.

તમામ EVM સાથે VVPAT લગાવવાની માંગ, સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને નોટિસ
EVM, Supreme Court, VVPAT

Follow us on

સર્વોચ્ચ અદાલતે તમામ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM) સાથે વોટર વેરિફાઈબલ પેપર ઓડિટ ટ્રેઈલ (VVPAT) લગાવવાની માગણી કરતી અરજી પર વિચાર કરવા સંમતિ આપી છે. સુપ્રીમ કોર્ટે આજે ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. અરજીકર્તાના વકીલ પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, મતગણતરી દરમિયાન ઘણી જગ્યાએ EVMમાં ફરિયાદો આવી રહી છે, તેથી તમામ EVM સાથે VVPAT લગાવવા જોઈએ. સુપ્રીમ કોર્ટ હવે તમામ EVM સાથે VVPAT લગાવવાની માંગ કરતી અરજી ઉપર આગામી ત્રણ સપ્તાહ પછી સુનાવણી કરશે.

તમામ EVM સાથે VVPAT લગાવવાની માંગ કરતી અરજીમાં એવી પણ માંગ કરવામાં આવી છે કે, આગામી સમયમાં કેટલાક રાજ્યની વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીમાં ઉપયોગમાં લેવાનાર તમામ EVMમાં VVPAT સ્લિપ સાથે 100 ટકા મેચિંગ થાય તેવી વ્યવસ્થા  કરવી જોઈએ છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અરજદારને અરજીની નકલ ચૂંટણી પંચના વકીલને આપવાનું કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલે ચૂંટણી પંચનો જવાબ પણ આવવા દો. આ અરજી બિન-સરકારી સંસ્થા (એનજીઓ) એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ વતી દાખલ કરવામાં આવી હતી.

તમે પણ અતિશય શંકા કરી રહ્યા છો -ભૂષણને જસ્ટિસ સંજીવની ટિપ્પણી

સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજીવ ખન્નાએ અરજીકર્તાના વકીલ પ્રશાંત ભૂષણને કહ્યું કે શું આપણે ક્યારેક વધારે શંકા કરવા લાગતા નથી ? તમે ખૂબ જ શંકા કરો છો.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

શું કહેવાયું છે અરજીમાં?

અરજીમાં એવી દલીલ કરવામાં આવી હતી કે, દરેક મતદારે પુષ્ટિ કરવી જોઈએ કે તેણે આપેલો વોટ, મત તરીકે નોંધવામાં આવ્યો છે અને રેકોર્ડ કરેલ મત તરીકે ગણવામાં આવ્યો છે. આમા કહેવાયું છે કે EVM પર બટન દબાવ્યા પછી, VVPAT સ્લિપને લગભગ સાત સેકન્ડ સુધી પારદર્શક વિન્ડો દ્વારા બતાવવી જોઈએ. જેથી મતદાર જાણી શકે કે તેનો મત યોગ્ય જગ્યાએ છે કે નહીં.

અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પંચે મતદારો માટે તેમના મતની ગણતરી કરવામાં આવી છે કે નહીં તેની પુષ્ટિ કરવા માટે કોઈ પ્રક્રિયા સ્થાપિત કરી નથી. અરજીમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પંચની સિસ્ટમમાં કેટલીક ભૂલો છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article