દેશની રાજધાની દિલ્હીમાં(Delhi) ભારે પવન સાથે વરસાદે રાજધાનીના પ્રદૂષણમાં રાહત મળી છે. તે જ સમયે, સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ (SAFAR) અનુસાર, દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) હાલમાં ‘સંતોષકારક’ શ્રેણીમાં 53 પર નોંધાયેલ છે. આવી સ્થિતિમાં, શનિવારે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર, દિલ્હીનો હવા ગુણવત્તા સૂચકાંક 100 પોઇન્ટથી નીચે નોંધાયો હતો. આ સ્તરની હવા સંતોષકારક શ્રેણીમાં રાખવામાં આવી છે.
દિલ્લીવાસીઓએ નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં અત્યંત પ્રદૂષિત હવામાં શ્વાસ લીધો છે. આ સમય દરમિયાન હવામાનના વિવિધ પરિબળોને કારણે એર ક્વોલિટી ઈન્ડેક્સ 300 પોઈન્ટથી ઉપર રહ્યો છે, એટલે કે લાંબા સમય સુધી ખૂબ જ નબળી અથવા ગંભીર શ્રેણીમાં રહ્યો છે. જોકે, છેલ્લા 3 દિવસમાં હવામાનની ગતિવિધિઓને કારણે એર ક્વોલિટી ઈન્ડેક્સમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.
Delhi’s Air Quality Index (AQI) is presently at 53 (overall) in the ‘ Satisfactory’ category, as per System of Air Quality and Weather Forecasting And Research (SAFAR)-India
— ANI (@ANI) January 10, 2022
હાલ રાજધાનીની હવા ગ્રીન ઝોનમાં આવી ગઈ છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, શનિવારે દિલ્હીનો સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક 91 પોઈન્ટ રહ્યો હતો. આ સ્તરની હવા સંતોષકારક શ્રેણીમાં રાખવામાં આવી છે. આવી સ્થિતિમાં, દિલ્હીના મોટાભાગના મોનિટરિંગ કેન્દ્રોનો AQI 100 પોઇન્ટથી નીચે રહ્યો.
તમને જણાવી દઈએ કે વરસાદ અને તેજ પવનને કારણે આ રાહત લાંબો સમય ટકવાની નથી. જો કે, આગામી બે દિવસમાં તાપમાનમાં ઘટાડો થવાની સાથે પવનની ગતિ પણ ધીમી પડશે તેવો અંદાજ છે. જેના કારણે પ્રદુષણનું સ્તર પણ વધવા લાગશે.
નોંધનીય છે કે દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 90 છે. જે સંતોષકારક શ્રેણીમાં છે. છેલ્લી વખત દિલ્હીની હવા ગયા વર્ષે 25 ઓક્ટોબરે આ શ્રેણીમાં હતી. તે જ સમયે, નોઇડા, ગ્રેટર નોઇડા, ગાઝિયાબાદ અને ફરીદાબાદમાં હવાની ગુણવત્તામાં જબરદસ્ત સુધારો થયો છે. શૂન્ય અને 50 ની વચ્ચે AQI ‘સારું’, 51 થી 100 ‘સંતોષકારક’, 101 થી 200 ‘મધ્યમ’, 201 થી 300 ‘ખરાબ’, 301 થી 400 ‘ખૂબ જ ખરાબ’ છે. અને 401 થી 500 ની વચ્ચેને ‘ગંભીર’માં ગણવામાં આવે છે.
આ પણ વાંચો : Jammu Kashmir: કુલગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, બે આતંકવાદીઓ ઠાર, હથિયારો અને દારૂગોળો જપ્ત