BBC ડોક્યુમેન્ટ્રી પર વિવાદ સતત વધી રહ્યો છે. JNU અને જામિયા યુનિવર્સિટી બાદ હવે દિલ્હી યુનિવર્સિટીમાં પણ BBC ડોક્યુમેન્ટરી સ્ક્રીનિંગને લઈને ભારે હોબાળો થઈ રહ્યો છે. NSUIના વિદ્યાર્થીઓ ત્યાં પહોંચ્યા બાદ હંગામો મચાવી રહ્યા છે. વિદ્યાર્થીઓના હંગામાને જોતા પોલીસે કલમ 144 લગાવી દીધી છે.
તેમજ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. એનએસયુઆઈએ સાંજે 4 વાગ્યે દિલ્હી યુનિવર્સિટી આર્ટસ ફેકલ્ટીની બહાર બીબીસી ડોક્યુમેન્ટરીના સ્ક્રીનિંગની જાહેરાત કરી હતી. જેના કારણે પોલીસે આર્ટસ ફેકલ્ટીની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, DUમાં કલમ 144 સીઆરપીસી લાગુ છે, તેથી કોઈપણ રીતે ભીડ અથવા એકત્ર થવું ગેરકાયદેસર છે. પોલીસના જણાવ્યા અનુસાર ઉત્તર દિલ્હીના આ વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના વિરોધને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં વીજળી વિભાગે આજે આંબેડકર યુનિવર્સિટીની વીજળી કાપી નાખી હતી.
તમને જણાવી દઈએ કે, આંબેડકર યુનિવર્સિટી AISA આજે દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી અને જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના સમર્થનમાં પ્રદર્શન કરવાની હતી. આ પ્રદર્શન બપોરે કેજી કેન્ટીન, આંબેડકર યુનિવર્સિટી, કાશ્મીરી ગેટ કેમ્પસમાં થવાનું હતું, પરંતુ તે પહેલા જ વિદ્યુત વિભાગે યુનિવર્સિટીની જ વીજળી કાપી નાખી છે.
આ પણ વાંચો : BBC ડોક્યુમેન્ટરી : પ્રતિબંધ હોવા છતાં, જોવું અને બતાવવું એ કેટલો મોટો ગુનો છે ? જાણો શુ કહે છે નિષ્ણાતો
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓએ ડાબેરી વિદ્યાર્થીઓના વિરોધમાં ધાર્મિક ભજન અને ગીતો શરૂ કર્યા છે. ડાબેરી વિદ્યાર્થી સંગઠનના વિદ્યાર્થીઓ વિવાદાસ્પદ ડોક્યુમેન્ટરી જોઈ રહ્યા છે તે જ જગ્યાએ ABVPના વિદ્યાર્થીઓ ધાર્મિક ગીતો ગાતા હોય છે. આ સાથે જ આંબેડકર યુનિવર્સિટીમાં ‘આઝાદી-આઝાદી’ના નારા લાગ્યા હતા. ડાબેરી વિદ્યાર્થી સંગઠનના વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા.
#WATCH दिल्ली विश्वविद्यालय में कला संकाय के बाहर प्रदर्शन कर रहे NSUI के छात्रों और सदस्यों को पुलिस ने हिरासत में लिया।
NSUI-KSU द्वारा फैकल्टी में पीएम मोदी पर आधारित बीबीसी डॉक्यूमेंट्री की स्क्रीनिंग के आह्वान के मद्देनजर वहां CrPC की धारा 144 लगाई गई है। pic.twitter.com/CuYE1iIGNh
— ANI_HindiNews (@AHindinews) January 27, 2023
મળતી માહિતી મુજબ, વિદ્યાર્થી સંગઠનોએ દિલ્હી યુનિવર્સિટીમાં પણ પીએમ મોદી પર બીબીસી ડોક્યુમેન્ટરી બતાવવાની જાહેરાત કરી છે. સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI), ભીમ આર્મી અને અન્ય કેટલાક વિદ્યાર્થી સંગઠનોએ આજે સાંજે વિવાદાસ્પદ બીબીસી ડોક્યુમેન્ટ્રીનું સ્ક્રીનીંગ કરવાની જાહેરાત કરી છે.
Published On - 5:05 pm, Fri, 27 January 23