Delhi : દિલ્હી સરકારનું પોતાનું શિક્ષણ બોર્ડ બનશે, કેબિનેટે આપી મંજૂરી

|

Mar 06, 2021 | 1:44 PM

Delhi : હવે દિલ્હીનું નવું શિક્ષણ બોર્ડ DELHI EDUCATION BOARD બનતા દિલ્હીના વિદ્યાર્થીઓને CBSE ઉપરાંત વધુ એક વિકલ્પ મળશે. 

Delhi : દિલ્હી સરકારનું પોતાનું શિક્ષણ બોર્ડ બનશે, કેબિનેટે આપી મંજૂરી

Follow us on

Delhi : મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal)એ  મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. હવે દિલ્હી સરકારનું પોતાનું શિક્ષણ બોર્ડ (DELHI EDUCATION BOARD) બનશે. આ અંગેની માહિતી આપતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હી સરકારની કેબિનેટ બેઠકમાં દિલ્હીનું પોતાનું શિક્ષણ બોર્ડ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં અત્યાર સુધી કેન્દ્રીય શિક્ષણ બોર્ડ અંતર્ગત જ શિક્ષણકાર્ય શરૂ હતું. હવે દિલ્હીનું નવું શિક્ષણ બોર્ડ બનતા દિલ્હીના વિદ્યાર્થીઓને CBSE ઉપરાંત વધુ એક વિકલ્પ મળશે. 

દેશના દરેક રાજ્યોનું લગભગ પોતાનું શિક્ષણ બોર્ડ છે. આ રાજ્યોમાં વિદ્યાર્થીઓને પોતાના રાજ્યના બોર્ડ ઉપરાંત કેન્દ્રીય શિક્ષણ બોર્ડ એમ બે વિકલ્પો મળે છે. હવે દિલ્હીના વિદ્યાર્થીઓને પણ આ લાભ મળશે. દિલ્હીનું શિક્ષણ બોર્ડ બનતાની સાથે જ આ બોર્ડની નવી સ્કૂલો અને શિક્ષકોની મોટા પ્રમાણમાં  ભરતીની જાહેરાત  થવાની સંભાવના છે. 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
Next Article