Delhi Rain: દિલ્હી માટે આગામી 24 કલાક ભારે, વૃક્ષ અને દિવાલ પડવાથી 5 લોકોના મોત, યમુના નદી પહોંચી ડેન્જર ઝોનને પાર

|

Jul 10, 2023 | 7:48 PM

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે રાજધાનીની ડિઝાઈન 153 મીમી વરસાદને સહન કરવાની નથી. છેલ્લા 40 વર્ષમાં આવો વરસાદ પડ્યો નથી. NDMC અને ઘણા VIP વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

Delhi Rain: દિલ્હી માટે આગામી 24 કલાક ભારે, વૃક્ષ અને દિવાલ પડવાથી 5 લોકોના મોત, યમુના નદી પહોંચી ડેન્જર ઝોનને પાર

Follow us on

Delhi Rain: છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ અને હરિયાણાના હથિનીકુંડ બેરેજમાંથી પાણી છોડવાને કારણે દિલ્હીમાં (Delhi) યમુનાનું જળ સ્તર ખતરાના નિશાન (204.5 મીટર)ને વટાવી ગયું છે. યમુનાના જળસ્તર વધ્યા બાદ દિલ્હીના નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ સાથે રાજધાનીમાં અલગ-અલગ અકસ્માતોમાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે અને એટલી જ સંખ્યામાં લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં છેલ્લા 40 વર્ષમાં આટલો વરસાદ થયો નથી. વરસાદને કારણે કેટલીક જગ્યાએ રસ્તાઓ પર ઘૂંટણિયે પાણી જોવા મળ્યું હતું.

દિલ્હીવાસીઓને હાલમાં વરસાદથી કોઈ રાહત નહીં

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે રાજધાનીની ડિઝાઈન 153 મીમી વરસાદને સહન કરવાની નથી. છેલ્લા 40 વર્ષમાં આવો વરસાદ પડ્યો નથી. NDMC અને ઘણા VIP વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તે જ સમયે, હવામાન વિભાગના અનુમાન મુજબ દિલ્હીના લોકોને હાલમાં વરસાદથી કોઈ રાહત દેખાતી નથી.

Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો

આ પણ વાંચો: Centre on Article 370: કેન્દ્ર સરકારે જણાવ્યું કેમ જમ્મૂ કાશ્મીરમાંથી હટાવી 370ની કલમ, SCમાં દાખલ કર્યુ એફિડેવિટ

આ અઠવાડિયે હવામાન આવું જ રહેવાનું છે

હવામાન વિભાગે જણાવ્યું છે કે મંગળવારે પણ દિલ્હીમાં હળવો વરસાદ પડી શકે છે. બુધવાર, ગુરુવાર અને શુક્રવારમાં થોડી રાહત મળી શકે છે, પરંતુ શનિવાર અને રવિવારે ફરી એકવાર વરસાદી ગતિવિધિઓ જોવા મળશે. એકંદરે દિલ્હી-NCRના લોકોને આ અઠવાડિયે રાહત મળવાની નથી.

(Credit- ANI) 

આ વિસ્તારોમાં પૂરનો ભય

યમુના નદી ખતરાના નિશાનથી ઉપર વહી ગયા પછી દિલ્હીના જે વિસ્તારોમાં પૂરનું જોખમ છે તેમાં સીલમપુરની કિસાન બસ્તી, બદરપુર ખાદર ગામ, સબપુર બસ ટર્મિનલ, સોનિયા વિહાર ખાતે MCD ટોલ, ISBT સાથે કિસાન બસ્તી, અન્નપૂર્ણા મંદિર, ISBT અન્ય ઘણા વિસ્તારો છે. જેમાં વાલી કિસાન બસ્તી, ઉસ્માનપુર પુસ્તા, બાદરપુર ખાદર ગામ અને ગઢી માંડુ ગામ, દિલ્હી સચિવાલય, લક્ષ્મી નગર, યમુના વિહારનો સમાવેશ થાય છે.

અલગ-અલગ ઘટનાઓમાં પાંચના મોત

દિલ્હીના કરોલ બાગ અને સુંદર નગરની દિવાલ ધરાશાયી થવાને કારણે એક મહિલા અને એક આધેડનું મોત થયું હતું. બીજી તરફ પ્રશાંત વિહારમાં ઝાડ પડવાથી રિક્ષા ચાલકનું મોત થયું હતું. તે જ સમયે, મુકુંદપુરમાં એક ઘરની બાલ્કની તૂટી પડવાથી અને તીસ હજારી હોસ્પિટલમાં દિવાલ ધરાશાયી થવાને કારણે બે લોકોના મોત થયા હતા. આ ઉપરાંત વૃક્ષો પડવા અને અન્ય ઘટનાઓમાં 5થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.

વરસાદની વચ્ચે 3000 ટ્રાફિક પોલીસ કર્મચારીઓ તૈનાત

દિલ્હીમાં વરસાદને કારણે ઉભી થયેલી પરિસ્થિતિ અંગે બુલેટિન જાહેર કરતા પોલીસે જણાવ્યું કે રાજધાનીમાં કુલ 13 સ્થળોએ પાણી ભરાઈ જવાના અહેવાલ છે, જ્યારે એક જગ્યાએ વૃક્ષ પડી ગયુ છે. પોલીસે જણાવ્યું હતું કે ભારે વરસાદમાં ટ્રાફિક વ્યવસ્થાને સુવ્યવસ્થિત રીતે ચલાવવા પાણી ભરાયેલા વાહનોને દૂર કરવા અને લોકોને મદદ કરવા માટે લગભગ 3000 ટ્રાફિક પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:40 pm, Mon, 10 July 23

Next Article