
દિલ્હી એક્સાઇઝ પોલિસીના કથિત કૌભાંડ (Delhi Liquor Scam) કેસમાં મનીષ સિસોદિયાની (Manish Sisodia) કેટલીક મિલકતો જપ્ત કરવામાં આવી હતી. કેન્દ્રીય એજન્સીએ દાવો કર્યો હતો કે 52 કરોડની સંપત્તિ છે. આમ આદમી પાર્ટી તેના પર કહી રહી છે કે, માત્ર 80 લાખ રૂપિયાની સંપત્તિ જ જપ્ત કરવામાં આવી છે. CM અરવિંદ કેજરીવાલે આ કથિત કૌભાંડ દ્વારા આમ આદમી પાર્ટીને બદનામ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમનો દાવો છે કે સિસોદિયાની સંપત્તિને કૌભાંડ સાથે દૂર-દૂર સુધી કોઈ લેવાદેવા નથી.
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી આ કૌભાંડ કેસમાં ઘણા સમયથી જેલમાં બંધ છે. ED સતત તેની સામે કાર્યવાહી કરી રહી છે. પૂછપરછ અને દરોડાની પ્રક્રિયા સતત ચાલી રહી છે. આ દરમિયાન કેજરીવાલે કહ્યું કે, વડાપ્રધાન દિલ્હીની આમ આદમી પાર્ટી સંભાળી શકતા નથી. દિલ્હી સરકાર શાનદાર કામ કરી રહી છે, તેથી તેમનો એક જ ઉદ્દેશ્ય છે કે, કોઈપણ રીતે આમ આદમી પાર્ટીના કામોને રોકવા અને ED, CBI, પોલીસ દ્વારા અવરોધો ઉભા કરવો.
વિપક્ષી એકતા પર પૂછાયેલા સવાલનો જવાબ આપતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, 23 જૂને પટનામાં યોજાયેલી વિપક્ષી પાર્ટીઓની બેઠક દરમિયાન કોંગ્રેસે કહ્યું હતું કે, સંસદ સત્ર શરૂ થવાના 15 દિવસ પહેલા કોંગ્રેસ જાહેરમાં એલાન કરશે. તેમણે કહ્યું કે કોંગ્રેસ આ વટહુકમ વિરુદ્ધ છે અને સંસદમાં આ વટહુકમ વિરુદ્ધ મતદાન કરશે તો અમે રાહ જોઈ રહ્યા છીએ. ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે.
અરવિંદ કેજરીવાલ દિલ્હીની સરકારી શાળાઓમાં JEE અને NEET માં ક્વોલિફાઈડ બાળકોને સન્માનિત કરવાના કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતા. તેમની સાથે દિલ્હીના શિક્ષણ મંત્રી આતિશી પણ હાજર હતા.
આ પણ વાંચો : Manipur Violence: મણિપુરમાં નથી અટકી રહી હિંસા, ટોળાએ વાહનો સળગાવ્યા અને ગોળીબાર કર્યો
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વિદ્યાર્થીઓનું સન્માન કર્યું હતું અને ત્યારબાદ સંબોધન કરતા કહ્યું કે, 8 વર્ષ પહેલા જ્યારે અમે બધા નવા રાજકારણમાં આવ્યા હતા, ત્યારે એક સપનું હતું કે દેશના દરેક બાળકને સમાન શિક્ષણની જરૂર છે, તેના વગર તસવીર બદલાશે નહીં. આજે 1391 વિદ્યાર્થીઓ NEET ક્વોલિફાઈ કર્યું છે. તેમાં 933 છોકરીઓ સામેલ છે. કેજરીવાલે કહ્યું કે આ દેશે ઘણું આપ્યું છે, ભારતમાં મારો રેન્ક 563 હતો, IIT ખડગપુરમાં ભણ્યો હતો. મારા બંને બાળકો પણ IIT દિલ્હીમાં છે.