આંધ્રપ્રદેશ : TV9 તેલુગુ સહિત અનેક ન્યૂઝ ચેનલોને દિલ્હી હાઈકોર્ટમાંથી રાહત મળી

|

Jun 25, 2024 | 4:14 PM

TV9 તેલુગુ સહિત અન્ય કેટલીક ન્યુઝ ચેનલને દિલ્હી હાઈકોર્ટ તરફથી રાહત મળી છે. અદાલતે કેબલ ઓપરેટર દ્વારા અનેક ન્યુઝ ચેનલને બ્લૈક આઉટ કરવાનું ખોટું ગણાવ્યું છે.TV9 એ તેલુગુની નંબર વન ન્યૂઝ ચેનલ છે અને મોટા સમાચારના દિવસોમાં સૌથી વધુ પસંદ કરાયેલ અને જોવામાં આવતી ન્યૂઝ ચેનલ છે.

આંધ્રપ્રદેશ : TV9 તેલુગુ સહિત અનેક ન્યૂઝ ચેનલોને દિલ્હી હાઈકોર્ટમાંથી રાહત મળી

Follow us on

દિલ્હી હાઈકોર્ટે આંધ્ર પ્રદેશમાં કેબલ ઓપરેટર દ્વારા અનેક ન્યુઝ ચેનલને બ્લૈક આઉટ કરવાનું ખોટું ગણાવ્યું છે. હાઈકોર્ટે કેબલ ઓપરેટરને આંધ્ર પ્રદેશમાં ચેનલને ટુંક સમયમાં જ ઓન એર કરવાનો આદેશ આપ્યો છે. ન્યુઝ ચેનલની સંસ્થા ન્યુઝ બ્રોડકાસ્ટર્સ ફેડરેશન (NBF)એ દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને આવકાર્યો અને આભાર માન્યો છે. NBFએ આંધ્રના કેબલ ઓપરેટરના નિર્ણયની નિંદા પણ કરી છે.

NBDAએ પણ કેબલ ઓપરેટર્સના બ્લૈક આઉટ કરવાના નિર્ણયને ખોટો ગણાવ્યો છે. દિલ્હી હાઈકોર્ટના નિર્ણય બાદ TV9 તેલુગુ સહિત અન્ય ન્યુઝ ચેનેલ આંધ્ર પ્રદેશના લોકો સુધી પહોંચી જશે.

સૌથી વધારે પસંદ થનારી ન્યુઝ ચેનલ

ટીવી9 તેલુગુ રાજ્યની નંબર વન ન્યુઝ ચેનલ છે અને મોટા સમાચાર દિવસમાં સૌથી વધારે પસંદ થનારી ન્યુઝ ચેનલ છે. કેબલ ઓપરેટર્સના બ્લૈક આઉટ કર્યા બાદથી ટીવી9 ગ્રુપના ચાહકો સતત એ જાણવા માંગે છે કે, તેની ફેવરિટ ચેનલ કેમ દેખાતી નથી. ધીમે-ધીમે આ જાણકારી દર્શકો સુધી પહોંચી તો આંધ્ર પ્રદેશના કેબલ ઓપરેટર્સે ગેરકાયદેસર તરીકેથી ચેનલને દેખાડવાનું બંધ કર્યું હતુ. ત્યારબાદ દિલ્હી હાઈકોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો અને આંધ્ર પ્રદેશના કેબલ ઓપરેટરના નિર્ણયને ખોટો જણાવતા જલ્દી ચેનલને ઓન એર કરવાનો આદેશ આપ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

ફ્રીડમ ઓફ સ્પીચની દિશામાં એક મોટું પગલું

દિલ્હી હાઈકોર્ટના નિર્ણય પર ન્યુઝ ચેનલની સંસ્થા NBFએ ખુશી વ્યક્ત કરી છે.NBFએ નિર્ણયને આવકારે છે જેમાં હાઈકોર્ટે આંધ્ર પ્રદેશમાં 15 મલ્ટી સિસ્ટમ ઓપરેટરોને TV9 તેલુગુ, સાક્ષી ટીવી, 10TV અને NTV ન્યૂઝ સહિત ન્યૂઝ ચેનલોના બ્લેકઆઉટને સમાપ્ત કરવાનો આદેશ આપ્યો છે. દિલ્હી હાઈકોર્ટનો આ ઐતિહાસિક નિર્ણય ફ્રીડમ ઓફ સ્પીચની દિશામાં એક મોટું પગલું છે. 6 જૂન 2024ના રોજ આંધ્ર પ્રદેશમાં 4 ચેનલ TV9 તેલુગુ, સાક્ષી ટીવી, 10TV અને NTV ન્યૂઝના બ્લેકઆઉટને કારણે પ્રેસની સ્વતંત્રતા પર ગંભીર પ્રશ્નો ઉભા થયા હતા.

‘બ્લેકઆઉટ સંપૂર્ણપણે ગેરકાયદે છે’

દિલ્હી હાઈકોર્ટેમાં ટીવી9 ગ્રુપે જણાવ્યું કે, બ્લૈક આઉટ સમગ્ર રીતે ગેરકાયદેસર છે અને TRAIના નિયમો મુજબ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ સાથે કરવામાં આવેલા કરારની વિરુદ્ધ છે. ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ ફેડરેશનનું માનવું છે કે દિલ્હી હાઈકોર્ટના નિર્ણયથી પ્રેસની સ્વતંત્રતા અને પત્રકારોના અધિકારોનું રક્ષણ થયું છે. કોર્ટનો આ નિર્ણય લોકશાહીની જીત છે

આ પણ વાંચો : IRCTC Tour Package : ફ્રેન્ડ સાથે લદ્દાખ જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ ટુર પેકેજમાં સમય સાથે પૈસાની પણ બચત થશે

 

Next Article