Big News : દિલ્હી સરકારનો મોટો નિર્ણય, હવે ડેન્ગ્યુ અને મેલેરિયાના દર્દીઓ કોરોના રિઝર્વ બેડનો ઉપયોગ કરી શકશે

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, તમામ હોસ્પિટલના કોરોના રિઝર્વ બેડનો ઉપયોગ ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના દર્દીઓની સારવાર માટે કરી શકાશે.

Big News : દિલ્હી સરકારનો મોટો નિર્ણય, હવે ડેન્ગ્યુ અને મેલેરિયાના દર્દીઓ કોરોના રિઝર્વ બેડનો ઉપયોગ કરી શકશે
Corona Ward (File Photo)
| Edited By: | Updated on: Oct 30, 2021 | 4:17 PM

Delhi : દેશની રાજધાની દિલ્હીમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના વધતા જતા કેસોને જોતા દિલ્હી સરકારના આરોગ્ય વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં કોરોના માટે રિઝર્વ બેડનો ઉપયોગ ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાની સારવાર માટે થઈ શકે છે.

આરોગ્ય વિભાગના (Health Department) આ આદેશથી ડેન્ગ્યુ, મેલેરિયા (Malaria) અને ચિકનગુનિયાના દર્દીઓની સારવાર કરી રહેલા દર્દીઓને લાભ થશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ 18 ઓક્ટોબરે કોરોના માટે આરક્ષિત બેડની સંખ્યા ઘટાડવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો.

આરોગ્ય વિભાગનો દર્દીઓના હિતમાં નિર્ણય

શહેરની લોકનાયક હોસ્પિટલમાં કોરોના માટે આરક્ષિત 700 બેડની સંખ્યા ઘટાડીને 450 કરવામાં આવી હતી, જ્યારે રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કોરોના માટે અનામત 600 બેડની સંખ્યા ઘટાડીને 350 કરવામાં આવી હતી. ખાનગી હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સને (Nursing Homes) પણ આદેશ આપવામાં આવ્યો હતો કે 100 બેડ અથવા તેનાથી વધુની ક્ષમતા ધરાવતા લોકો તેમની કુલ બેડ ક્ષમતાના 30 ટકાને બદલે માત્ર 10 ટકા બેડ કોરોના માટે અનામત રાખી શકે છે.

સરકારે રિઝર્વ બેડની સંખ્યામાં ઘટાડો કર્યો

તમને જણાવી દઈએ કે, સ્વાસ્થ્ય વિભાગના નવા આદેશો અનુસાર, હાલમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાની સારવાર કોરોના રિઝર્વ બેડના એક તૃતીયાંશ ભાગ પર થઈ શકે છે. શહેરમાં કોરોના સંક્રમણની વાત કરીએ તો શુક્રવારે દિલ્હીમાં કોરોના વાયરસન 37 નવા કેસ નોંધાયા હતા.

હોસ્પિટલોમાં બેડની અછત વર્તાય રહી છે

ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં અત્યાર સુધીમાં ડેન્ગ્યુના 1000 થી વધુ કેસ નોંધાયા છે. અહીં છેલ્લા 3 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. વધતા ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના કારણે હોસ્પિટલોમાં બેડની અછત વર્તાય રહી છે. ત્યારે હાલ ડેન્ગ્યુના દર્દીઓને દિલ્હી સરકારની એલએનજેપી હોસ્પિટલમાંથી રામલીલા મેદાન ખાતેના કોરોના કોવિડ કેર સેન્ટરમાં (Covid Care Center) ખસેડવામાં આવી રહ્યા છે.

 

આ પણ વાંચો: મહારાષ્ટ્ર : ઉચ્ચ શિક્ષણ પ્રધાને શિક્ષણના મોડલને સમજવા દિલ્હીની લીધી મુલાકાત, શું મહારાષ્ટ્રમાં દિલ્હી શિક્ષણ મોડેલ અપનાવાશે ?

આ પણ વાંચો: ‘બધા વિદ્યાર્થીઓ કેમેરા ઓન કરો મારે તમને જોવા છે’ કહ્યાના 2 મિનીટ બાદ ઓનલાઇન ક્લાસિસ દરમિયાન શિક્ષકનું મોત

Published On - 4:16 pm, Sat, 30 October 21