Delhi Flood: દિલ્હીમાં વધી રહ્યું છે પૂરનું જોખમ, યમુના નદીના જળ સ્તરમાં સતત વધારો

|

Jul 12, 2023 | 11:38 AM

સેન્ટ્રલ વોટર કમિશન (CWC) ના ફ્લડ-મોનિટરિંગ પોર્ટલ અનુસાર, જૂના રેલવે બ્રિજ પર પાણીનું સ્તર સોમવારે સાંજે 5 વાગ્યે 205.4 મીટરથી વધીને મંગળવારે રાત્રે 8 વાગ્યે 206.76 મીટર થયું હતું અને હવે તે વધીને 207.08 થઈ ગયું છે.

Delhi Flood: દિલ્હીમાં વધી રહ્યું છે પૂરનું જોખમ, યમુના નદીના જળ સ્તરમાં સતત વધારો
Delhi

Follow us on

Delhi Flood: ભારતમાં ચોમાસુ (Monsoon 2023) શરૂ થયા બાદ ઘણા રાજ્યોમાં સતત ભારે વરસાદ (Heavy Rain) વરસી રહ્યો છે. વરસાદને કારણે ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં પૂરનું જોખમ વધી ગયું છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે દિલ્હીમાં (Delhi) યમુના નદીનું જળ સ્તર વધ્યું છે. આજે સવારે 9 વાગ્યા સુધીમાં યમુનાનું જળ સ્તર 207.32 મીટરે પહોંચ્યું છે. દેશની રાજધાની દિલ્હીમાં બે દિવસથી પડેલા વરસાદથી દિલ્હીના લોકોમાં પૂરનો ભય છવાયો છે.

યમુના ખતરાના નિશાનથી 2 મીટર ઉપર વહેવા લાગી

હથિનીકુંડ બેરેજમાંથી યમુનામાં પાણી છોડવામાં આવ્યું ત્યારે યમુના ખતરાના નિશાનથી 2 મીટર ઉપર વહેવા લાગી. સ્થિતિ એવી છે કે યમુના કિનારે આવેલા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. લોકો ઘૂંટણ સુધીના પાણીમાં રહેવા મજબૂર છે. આજે સવારે યમુનાનું જળસ્તર 207થી વધુ નોંધાયું હતું, અનુમાન છે કે આ સ્તર હજું વધારે વધી શકે છે.

યમુનાનું જળસ્તર 207.49 મીટરને પાર કરી શકે

અધિકારીઓનું કહેવું છે કે દિલ્હીમાં યમુના નદી મંગળવારે તેના 10 વર્ષમાં સૌથી વધુ રેકોર્ડ સ્તરે પહોંચી છે અને તે વધુ વધવાની શક્યતા છે. તમને જણાવી દઈએ કે યમુનાનું જળસ્તર વધુ વધીને 207.49 મીટરને પાર કરી શકે છે, જે અત્યાર સુધીનું સર્વોચ્ચ સ્તર છે. 1978માં યમુનાનું જળસ્તર 207.49 મીટર નોંધાયું હતું.

આજનું રાશિફળ તારીખ 13-11-2024
ડાયાબિટીસમાં ગોળ ખાવો જોઈએ કે નહીં?
Malhar thakar marriage : જાણો કેટલું ભણેલી છે પૂજા જોશી
ઓટ્સ ખાવાથી થાય છે અઢળક લાભ
ક્યા લોકોએ નારિયેળ પાણી ન પીવુ જોઈએ? ફાયદાને બદલે થશે નુકસાન
શિયાળામાં મળતી લીલી હળદર ખાવાથી જાણો શું ફાયદા થાય છે?

આ પણ વાંચો : Monsoon : તબાહીનો મંજર ! હિમાચલમાં 31 તો પંજાબ-હરિયાણામાં 15ના મોત, ભૂસ્ખલનમાં અનેક ઘરો ધરાશાયી

સેન્ટ્રલ વોટર કમિશને કરી હતી આગાહી

સેન્ટ્રલ વોટર કમિશન (CWC) ના ફ્લડ-મોનિટરિંગ પોર્ટલ અનુસાર, જૂના રેલવે બ્રિજ પર પાણીનું સ્તર સોમવારે સાંજે 5 વાગ્યે 205.4 મીટરથી વધીને મંગળવારે રાત્રે 8 વાગ્યે 206.76 મીટર થયું હતું અને હવે તે વધીને 207.08 થઈ ગયું છે. તેનું કારણ હરિયાણા દ્વારા હથિનીકુંડમાંથી છોડવામાં આવતું પાણી છે. સેન્ટ્રલ વોટર કમિશને આગાહી કરી હતી કે બુધવારે વહેલી સવારે નદી 207 મીટર સુધી વધશે. આ સાથે, તે આગળ વધવાનું ચાલુ રાખશે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article