Delhi Flood: દિલ્હી પાણી-પાણી… કાશ્મીરી ગેટથી લઈને યમુના બજાર સુધી બધા વિસ્તાર પાણીમાં ડુબ્યા, જુઓ Video

|

Jul 13, 2023 | 2:56 PM

દિલ્હીના જુદા જુદા ભાગોમાંથી જે તસવીરો સામે આવી રહી છે તે ભયાનક છે. કાશ્મીરી ગેટ હોય કે યમુના બજાર હોય કે પછી દિલ્હીનો સિવિલ લાઈન્સ વિસ્તાર, અત્યારે દરેક જગ્યાએ પાણી છે.

Delhi Flood: દિલ્હી પાણી-પાણી... કાશ્મીરી ગેટથી લઈને યમુના બજાર સુધી બધા વિસ્તાર પાણીમાં ડુબ્યા, જુઓ Video
Delhi Flood

Follow us on

દેશની રાજધાની દિલ્હીમાં (Delhi) હાલમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. પહાડી વિસ્તારોમાં થયેલા વરસાદને (Heavy Rain) કારણે યમુનાના (Yamuna) જળસ્તરમાં વધારો થયો છે. હથિનીકુંડ બેરેજમાંથી રેકોર્ડ સ્તરે પાણી છોડવામાં આવી રહ્યું છે, જે હવે દિલ્હી શહેરમાં પ્રવેશવાનું શરૂ થયું છે. આ સમયે દિલ્હીના ઘણા વિસ્તારો પાણીમાં છે.

સરકાર દ્વારા લોકોને સાવચેત રહેવા અને સુરક્ષિત સ્થાનો પર જવાની અપીલ કરવામાં આવી રહી છે. દિલ્હીના જુદા જુદા ભાગોમાંથી જે તસવીરો સામે આવી રહી છે તે ભયાનક છે. કાશ્મીરી ગેટ હોય કે યમુના બજાર હોય કે પછી દિલ્હીનો સિવિલ લાઈન્સ વિસ્તાર, અત્યારે દરેક જગ્યાએ પાણી છે.

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

કાશ્મીરી ગેટ: રાજધાની દિલ્હીના કાશ્મીરી ગેટ વિસ્તારમાં યમુનાનું પાણી વધી રહ્યું છે. વીડિયોમાં એક પોલીસ વાન ડૂબેલી જોવા મળી રહી છે જે જણાવે છે કે સ્થિતિ કેટલી ભયાનક છે.

 

 

સિવિલ લાઈન્સ: સિવિલ લાઈન્સ વિસ્તારમાં ગુરુવારે સવારે ઘર અને કોલોનીમાં પાણી ઘૂસી ગયા હતા. લોકોની કમર સુધી પાણી પહોંચી રહ્યું છે, આવી સ્થિતિમાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે.

 

 

નિગમ બોધ: દિલ્હીનો નિગમ બોધ વિસ્તાર સંપૂર્ણપણે તળાવમાં ફેરવાઈ ગયો છે. સમાચાર એજન્સી ANI દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં નિગમ બોધ વિસ્તારની હાલત દેખાઈ રહી છે.

 

 

લોહા પુલ: રાજધાની દિલ્હીના યમુનાને અડીને આવેલા વિસ્તારોમાં આ સમયે પાણી ભરાઈ ગયા છે. લોહા પુલ પાસે પાણી ભરાઈ જવાને કારણે પોલીસે બેરિકેડ લગાવી દીધા છે જેથી લોકો ત્યાં જવાનું ટાળે.

 

 

આ પણ વાંચો : Delhi: યમુના નદીના જળસ્તરમાં સતત વધારો, પૂરના કારણે દિલ્હીની સ્થિતિ વધુ ખરાબ થઈ, જુઓ Video

દિલ્હીમાં પૂરના કારણે ખરાબ સ્થિતિ

ગયા અઠવાડિયે ઉત્તર ભારતના લગભગ દરેક વિસ્તારમાં ભારે વરસાદ થયો હતો, જેના કારણે દરેક જગ્યાએ સ્થિતિ ખરાબ છે. પહાડી વિસ્તારોમાં વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે, જેની અસર હવે મેદાની વિસ્તારોમાં જોવા મળી રહી છે. હથિનીકુંડ બેરેજમાંથી પાણી છોડવાને કારણે યમુનાના જળસ્તરમાં વધારો થયો છે.

Next Article