મોડી રાત્રે રાજધાનીના જાફરાબાદ વિસ્તાર ગોળીઓના અવાજથી ધણધણી ઉઠ્યો હતો. ફાયરિંગની ઘટનામાં બે ભાઈઓ સહિત ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલાની તપાસ શરૂ કરી હતી. હુમલામાં ઘાયલ યુવકોની ઓળખ હમઝા અને તેના ભાઈ તરીકે થઈ છે. પોલીસ ફાયરિંગની ઘટના પાછળનું સાચું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
નોર્થ ઈસ્ટ દિલ્હીના જાફરાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારની શેરી નંબર 38માં ત્યારે હંગામો મચી ગયો જ્યારે ઘરની નીચે બેઠેલા ચાર છોકરાઓને અંધાધૂંધ ગોળીબાર કરીને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો. શેરી નંબર 38માં હમઝા નામનો યુવક તેના મિત્રો સાથે ઘરની નીચે બેઠો હતો ત્યારે અચાનક અજાણ્યા બદમાશોએ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.
Delhi | 4 people injured in a firing incident by unidentified people in Jaffrabad area. The police are investigating the matter
The victim’s mother Shayra Banu said, “My two sons were shot. They had no fight with anyone. I didn’t see anyone else.” (05.06) pic.twitter.com/xU9GtqvEeR
— ANI (@ANI) June 5, 2023
મળતી માહિતી મુજબ આ ફાયરિંગમાં 4 યુવકોને ગોળી વાગી છે, જેમને નજીકની જગ પ્રવેશ ચંદ્ર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલ છોકરાઓની હાલત જોતા તેમને જીટીબી હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા છે. ઘાયલ યુવકોઓના નામ હમઝા, અરબાઝ, અબ્દુલ હસન છે. આ ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે.
પીડિત યુવકોની માતા સાયરા બાનુએ જણાવ્યું કે તેના પુત્રોએ અમ્મીને રસોઈ બનાવવાનું કહ્યું હતું. તે પુત્રો માટે ભોજન બનાવતી હતી. બહાર ગલીમાં બેસીને બંને ભાઈઓ પાડોશીઓ સાથે ગપ્પા મારતા હતા અને મજાક કરતા હતા. દરમિયાન ફાયરિંગની આ ઘટના બની હતી. માતાએ કહ્યું કે તેઓ આ પછી નમાજ અદા કરવાના હતા. આ દરમિયાન પાડોશમાંથી એક છોકરો તેના ઘરે ઉપરના માળે દોડતો આવ્યો. તેણે કહ્યું કે તેના પુત્રોને કોઈએ ગોળી મારી હતી.
Published On - 9:49 am, Tue, 6 June 23