AAP કટ્ટર ભ્રષ્ટાચારી, BJPએ અરવિંદ કેજરીવાલને એક્સાઇઝ પોલિસી પર પૂછ્યા 5 સવાલ, ચલાવ્યું સ્ટિંગ

સંબિત પાત્રાએ (Sambit Patra) અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અને ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પર નિશાન સાધતા કહ્યું હતું કે 5 વર્ષ પહેલા કેજરીવાલને જે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તેના જવાબ આજ સુધી અમને મળ્યા નથી.

AAP કટ્ટર ભ્રષ્ટાચારી, BJPએ અરવિંદ કેજરીવાલને એક્સાઇઝ પોલિસી પર પૂછ્યા 5 સવાલ, ચલાવ્યું સ્ટિંગ
Sambit Patra
| Edited By: | Updated on: Sep 05, 2022 | 1:29 PM

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ (Sambit Patra) સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, જે લોકો સ્ટિંગ ઓપરેશન કરતા હતા તેમની સ્ટીંગ ઓપરેશન આજે સામે આવ્યું છે. તેમણે આમ આદમી પાર્ટીના (AAP) નેતા અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અને ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પર નિશાન સાધતા કહ્યું હતું. તેમણે કહ્યું કે 5 વર્ષ પહેલા કેજરીવાલને જે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તેના જવાબ આજ સુધી અમને મળ્યા નથી. આ દરમિયાન તેમણે કેજરીવાલને તે નિવેદનની પણ યાદ અપાવી જેમાં તેમણે કહ્યું હતું કે અમને ભ્રષ્ટાચારના સ્ટિંગ મોકલો, અમે તેના પર કાર્યવાહી કરીશું.

સંબિત પાત્રાએ કહ્યું, આજના સ્ટિંગ ઓપરેશનમાં તમે સ્પષ્ટપણે જોશો કે કેવી રીતે લોકો કેજરીવાલ અને સિસોદિયા પાસે દલાલી આપવા જતા હતા અને રાજ્યને કેવી રીતે નુકસાન થયું હતું. તેમણે કહ્યુ કે CBIના આરોપી નંબર 13 શનિ મારવાહના પિતા કુલવિંદર મારવાહનું સ્ટિંગ સામે આવ્યું છે. વાસ્તવમાં શનિ મારવાહ દિલ્હી દારૂ કૌભાંડનો મુખ્ય આરોપી છે. સંબિત પાત્રાએ કહ્યું કે આ વીડિયો છેલ્લો નહીં હોય, આવનારા સમયમાં આવા વધુ વીડિયો સામે આવશે.

આ દરમિયાન બીજેપીએ દિલ્હીના લોકોને અપીલ કરી છે કે સામાન્ય લોકો પણ વીડિયો બનાવીને સીબીઆઈ પાસે ડર્યા વગર જાય અને દેશને સમર્થન આપે. ભાજપના નેતા મનોજ તિવારીએ કહ્યું, અમે લાંબા સમયથી જે મુદ્દો ઉઠાવી રહ્યા હતા તે સ્ટિંગથી સ્પષ્ટ થઈ ગયું છે. તેમણે કહ્યું કે આવા લોકોને પદ પર ચાલુ રાખવાનું કોઈ કારણ નથી.

 

 

સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરવાનો આરોપ

અરવિંદ કેજરીવાલે અગાઉ ભાજપ પર દિલ્હી સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. બીજી તરફ ભાજપ પણ AAP પર સતત પ્રહારો કરી રહી છે અને મનીષ સિસોદિયાને હટાવવાની માગ કરી રહી છે. તેમણે કહ્યું કે ઓપરેશન લોટસ મધ્યપ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં સફળ રહ્યું, પરંતુ દિલ્હી આવ્યા પછી તેઓ થાકી ગયા.

Published On - 1:29 pm, Mon, 5 September 22