Delhi Corona Update: દિલ્હીમાં કોરોના બેકાબૂ, સતત ત્રીજા દિવસે 1 હજારથી વધુ કેસ, 2 દર્દીના મોત

|

Apr 23, 2022 | 11:06 PM

ખાનગી કારમાં મુસાફરી કરનારાઓને છૂટ આપવામાં આવી છે. પરંતુ આ છૂટ કેબ અને ટેક્સી ડ્રાઈવરોને લાગુ પડશે નહીં. જો ટેક્સી અને કેબમાં યાત્રીઓ ફેસ માસ્ક (Face Mask) વગર જોવા મળે તો તેમણે ચલણ ભરવું પડશે.

Delhi Corona Update: દિલ્હીમાં કોરોના બેકાબૂ, સતત ત્રીજા દિવસે 1 હજારથી વધુ કેસ, 2 દર્દીના મોત
Delhi Corona Update
Image Credit source: PTI

Follow us on

દિલ્હીમાં (Delhi) કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં કોરોના સંક્રમણના (Corona Cases) 1 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા ચોવીસ કલાકમાં દિલ્હીમાં કોરોના ચેપના 1094 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 2 દર્દીઓના મોત થયા છે. રાજધાનીમાં કોરોના ચેપનો દર વધીને 4.82% થઈ ગયો છે. વધતા સંક્રમણ વચ્ચે દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 22714 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, રાહતની વાત એ છે કે 640 દર્દીઓ સંક્રમણમાંથી સાજા થયા છે. દિલ્હીમાં કોરોનાના કુલ 3,705 એક્ટિવ કેસ છે. 22 એપ્રિલે દિલ્હીમાં ચેપના 1042 નવા કેસ સાથે 2 દર્દીઓના મોત થયા હતા અને ચેપ દર 4.64% હતો.

શુક્રવારની સરખામણીમાં આજે ચેપ દરમાં વધારો નોંધાયો છે. કોરોના સંક્રમણનો દર 4.64 ટકાથી વધીને 4.82 ટકા થયો છે. સંક્રમણના વધતા કેસો પર દિલ્હી સરકાર પણ એક્શન મોડમાં આવી છે. આ જ કારણ છે કે હવે જાહેર સ્થળોએ માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે. જો કોઈ માસ્ક વગર જોવા મળે તો તેને 500 રૂપિયાનો દંડ ભરવો પડશે. જો કેસ આ રીતે વધતા રહેશે તો આગામી દિવસોમાં વધુ નિયંત્રણો પણ જાહેર કરવામાં આવી શકે છે.

દિલ્હીમાં ફરીથી માસ્ક જરૂરી

ખાનગી કારમાં મુસાફરી કરનારાઓને છૂટ આપવામાં આવી છે. પરંતુ આ છૂટ કેબ અને ટેક્સી ડ્રાઈવરોને લાગુ પડશે નહીં. જો ટેક્સી અને કેબમાં મુસાફરો માસ્ક વગર જોવા મળે તો તેમણે ચલણ ભરવું પડશે. તમને જણાવી દઈએ કે બુધવારે ડીડીએમએની બેઠકમાં ફરીથી માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે. 4 ફેબ્રુઆરીથી દિલ્હી સરકાર દ્વારા ખાનગી કારમાં એકલા ડ્રાઇવિંગ કરનારા લોકોને માસ્ક પહેરવાની મંજૂરી આપવામાં આવી હતી.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

કોરોના સંક્રમણથી બે દર્દીઓના મોત થયા

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે કોરોનાના વધતા જતા કેસોને લઈને ચિંતા કરવાની કોઈ વાત નથી. તેમણે કહ્યું હતું કે ચેપને કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા વધારે નથી. છેલ્લા ત્રણ દિવસથી સંક્રમણના એક હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા ચોવીસ કલાકમાં ચેપને કારણે બે દર્દીઓના મોત થયા છે.

આ પણ વાંચો: Jahangirpuri Violence: હનુમાન જયંતિ હિંસા કેસમાં રોહિણી કોર્ટે 9 આરોપીને પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા

આ પણ વાંચો: CBSEના અભ્યાસક્રમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો, મુઘલોનો ઈતિહાસ અને ઈસ્લામિક સામ્રાજ્ય અંગેના પ્રકરણો હટાવાયા

Published On - 11:06 pm, Sat, 23 April 22

Next Article