Delhi: ફરી એક વાર સમગ્ર વિશ્વમાં કોરોના કેસમાં (Corona Case) ઉછાળો આવ્યો છે. ત્યારે આવી સ્થિતિમાં આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) પણ કોરોના સંક્રમિત થયા હતા.
જો કે આજે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. CM કેજરીવાલે ટ્વીટ કરીને માહિતી આપતા લખ્યુ કે તેમનો કોવિડ -19 રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, વધુમાં લખ્યુ કે, કોરોનામાંથી સાજા થયા બાદ હું ફરી એકવાર તમારી સેવામાં હાજર છુ.
તમને જણાવી દઈએ કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 3 જાન્યુઆરીના રોજ દહેરાદૂનમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી હતી, ત્યારબાદ તેમને કોરોના લક્ષણ જોવા મળતા કોરોના રિપોર્ટ (Corona Report) કરાવ્યો, જેમાં તેઓ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યુ હતુ. આ દરમિયાન કેજરીવાલે તેના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી હતી.
करोना से ठीक होकर मैं वापिस आपकी सेवा में हाज़िर हूँ।
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 9, 2022
ઉલ્લેખનીય છે કે CM અરવિંદ કેજરીવાલ કોરોના સંક્રમિત થયા બાદ 5 જાન્યુઆરીના રોજ ગોવામાં (Goa) યોજાનાર કેજરીવાલની મોટી ત્રિરંગા યાત્રા પણ મોકૂફ રાખવામાં આવી હતી. જો કે હવે જ્યારે 5 રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે અને ચૂંટણી પંચ દ્વારા કોરોનાને ધ્યાનમાં રાખીને મોટા જાહેર મેળાવડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારે અરવિંદ કેજરીવાલ ટૂંક સમયમાં વર્ચ્યુઅલ સભાઓને સંબોધિત કરતા જોવા મળશે.
તમને જણાવી દઈએ કે દિલ્હીમાં કોરોના વાઈરસના કેસ (Corona Case) ઝડપથી વધી રહ્યા છે. આરોગ્ય વિભાગના ડેટા અનુસાર હાલમાં રાજધાનીમાં કોરોનાના 48,178 સક્રિય કેસ છે. જેમાંથી 1,480 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. આ સિવાય અન્ય દર્દીઓને હોમ આઈસોલેશન અથવા કોવિડ કેન્દ્રોમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે હાલ વધતા કેસને જોતા ત્રીજી લહેરની આશંકા વર્તાઈ રહી છે.
આ પણ વાંચો : કોરોનાનું તાંડવ: એક દિવસમાં નવા કોરોના કેસ દોઢ લાખને પાર, સૌથી વધુ આ રાજ્યમાં ઓમિક્રોનનો પ્રકોપ