Delhi: CBI મનીષ સિસોદિયાની 7 કલાકથી પૂછપરછ કરી રહી છે, કેજરીવાલે કહ્યુ- સિસોદિયા સામે નોંધાયેલ કેસ નકલી

|

Oct 17, 2022 | 7:39 PM

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાને દિલ્હી સરકારની નવી આબકારી નીતિમાં અનિયમિતતા અંગે ફરિયાદ મળ્યા બાદ CBI તપાસની ભલામણ કરવામાં આવી હતી. ફરિયાદ બાદ CBIએ મનીષ સિસોદિયાના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરોડા લગભગ 14 કલાક સુધી ચાલ્યા હતા.

Delhi: CBI મનીષ સિસોદિયાની 7 કલાકથી પૂછપરછ કરી રહી છે, કેજરીવાલે કહ્યુ- સિસોદિયા સામે નોંધાયેલ કેસ નકલી
Manish Sisodia

Follow us on

દિલ્હી નવી આબકારી નીતિ કૌભાંડના મામલામાં આમ આદમી પાર્ટીના (AAP) વરિષ્ઠ નેતા અને ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા (Manish Sisodia) સોમવારે CBI ઓફિસ પહોંચ્યા હતા. સીબીઆઈની ટીમ લગભગ 7 કલાકથી તેની પૂછપરછ કરી રહી છે. તેની પૂછપરછ હજુ પૂરી થઈ નથી. આ કેસમાં, CBIએ મનીષ સિસોદિયા અને અન્ય 15 આરોપીઓ વિરુદ્ધ IPC કલમ 120B (ગુનાહિત કાવતરું), 477A (એકાઉન્ટ્સમાં હેરાફેરી) અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 હેઠળ કેસ નોંધ્યો હતો. સીબીઆઈની એફઆઈઆરમાં સિસોદિયાનું નામ પહેલા નંબર પર છે.

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાને દિલ્હી સરકારની નવી આબકારી નીતિમાં અનિયમિતતા અંગે ફરિયાદ મળ્યા બાદ CBI તપાસની ભલામણ કરવામાં આવી હતી. ફરિયાદ બાદ CBIએ મનીષ સિસોદિયાના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરોડા લગભગ 14 કલાક સુધી ચાલ્યા હતા. તેના પર દિલ્હી એક્સાઇઝ પોલિસી – 2021-22નું ઉલ્લંઘન કરવાનો, દારૂના વેપારીઓને ફાયદો પહોંચાડવાનો અને સરકારી તિજોરીને અબજોનું નુકસાન પહોંચાડવાનો આરોપ છે.

સિસોદિયા સામે નોંધાયેલ કેસ નકલી છે: કેજરીવાલ

સાથે જ મનીષ સિસોદિયાની પૂછપરછને લઈને આમ આદમી પાર્ટી ભાજપ અને કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત AAP નેતાઓએ દાવો કર્યો છે કે, મનીષ સિસોદિયા વિરુદ્ધ નોંધાયેલ કેસ નકલી છે. તેમને ગુજરાતમાં પ્રચાર કરતા રોકવા માટે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. AAP નેતાએ કહ્યું કે સિસોદિયા ભગત સિંહના અનુયાયી છે. દેશ માટે જેલ જવાનો ડર નથી. તે જ સમયે, મનીષ સિસોદિયાએ પણ તેમના પર લાગેલા આરોપોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે જો તેમની ધરપકડ કરવામાં આવે તો પણ AAPનું ચૂંટણી પ્રચાર બંધ નહીં થાય.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

નાટક કરી રહ્યા છે AAP નેતા: મનોજ તિવારી

AAP નેતાઓના પ્રહાર પર ઉત્તર-પૂર્વ દિલ્હીના બીજેપી સાંસદ મનોજ તિવારીએ કહ્યું કે AAP નેતાઓ કથિત દારૂ કૌભાંડ અંગે તેમને પૂછવામાં આવેલા પ્રશ્નો પરથી ધ્યાન હટાવવા માટે નાટક કરી રહ્યા છે. મનીષ સિસોદિયાએ આબકારી નીતિમાં ભ્રષ્ટાચાર અંગેના એક પણ પ્રશ્નનો જવાબ આપ્યો નથી, એમ તેમણે દાવો કર્યો હતો. ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરતા દસ્તાવેજી પુરાવા અને સ્ટિંગ વીડિયો છે, પરંતુ તેઓ હંમેશા આ મુદ્દાને વાળ્યા છે.

Published On - 7:39 pm, Mon, 17 October 22

Next Article