દિલ્હીને (Delhi) અડીને આવેલા ગુરુગ્રામના (Gurugram) સેક્ટર-31માં સ્થિત એક બંધ મકાનમાં ગેરકાયદેસર હથિયારો અને દારૂગોળો છુપાવવામાં આવ્યો હોવાની માહિતી મળતાં ખળભળાટ મચી ગયો હતો. અહીંના સેક્ટર 31માં સીએનજી પેટ્રોલ પંપની પાસે એક ખાલી ઈમારતમાં ગેરકાયદેસર હથિયારો અને દારૂગોળો છુપાવવામાં આવ્યો હોવાની ગુપ્ત માહિતીના આધારે પોલીસે મંગળવારે સવારે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સૂત્રોએ આ માહિતી આપી હતી. એક દિવસ પહેલા સેક્ટર 31માં જ ત્રણ લોકોની હત્યા કરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું કે પોલીસને ખાલી પડેલા મકાનમાં ગ્રેનેડ અને ડેટોનેટર છૂપાવવાની માહિતી મળી હતી, જેના પગલે પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી.
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ક્રાઈમ) રાજીવ દેસવાલ ઘટનાસ્થળે પહોંચી ગયા અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. તેમની સાથે સ્થાનિક બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ હાજર છે. પોલીસે બિલ્ડીંગની આસપાસ બેરીકેટ લગાવી દીધા છે. આ વિસ્તારમાં વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે અને તેમનો માર્ગ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. આ સિવાય ત્યાં લોકોના પ્રવેશ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
આ અંગે જ્યારે પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેણે કોઈપણ માહિતી આપવાનો ઈન્કાર કર્યો અને કહ્યું કે સર્ચ ઓપરેશન ચાલુ છે. આ ઘર સીએનજી પંપથી થોડાક મીટર દૂર આવેલું છે જેના ત્રણ કર્મચારીઓ પર કેટલાક લોકોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને તેમની હત્યા કરી નાખી હતી.
પોલીસે ઘરની આસપાસ બેરિકેડ લગાવી દીધા છે, તમામ વાહનોને આ વિસ્તારમાંથી ડાયવર્ટ કરી દેવામાં આવ્યા છે અને રાહદારીઓની અવરજવર પણ બંધ કરી દેવામાં આવી છે. હાલમાં પોલીસ અધિકારીઓએ આ અંગે કોઈ માહિતી આપવાનો ઈન્કાર કર્યો હતો. તેમણે કહ્યું કે સર્ચ ઓપરેશન ચાલુ છે.
એક દિવસ પહેલા સોમવારે સવારે 3 વાગે સેક્ટર-31ના સીએનજી પંપ પર બદમાશોએ હૃદયદ્રાવક ઘટનાને અંજામ આપ્યો હતો. સશસ્ત્ર બદમાશોએ CNG પંપ પર ફરજ પર રહેલા મેનેજર સહિત બે કર્મચારીઓની હત્યા કરી નાખી. ઘટનાસ્થળેથી પ્રાપ્ત માહિતી અનુસાર, બદમાશોએ આયોજનબદ્ધ રીતે આ ગુનાને અંજામ આપ્યો હતો. ઘટના પહેલા બદમાશોએ પંપ પર લગાવેલા સીસીટીવી કેમેરાને ડિસ્કનેક્ટ કરી દીધા હતા. આ પછી એક પછી એક મેનેજર સહિત બંને કર્મચારીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : Jammu Kashmir: અનંતનાગની મેટરનિટી હોસ્પિટલમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા અફરાતફરી, અનેક લોકો ઘાયલ