દિલ્હી બ્લાસ્ટમાં વપરાયેલુ એ ખતરનાક સફેદ કેમિકલ ક્યુ હતુ? તેનો વપરાશ અને લાઈસન્સ માટેના શું છે નિયમો- વાંચો

દિલ્હી બ્લાસ્ટમાં જે રસાયણ વપરાયુ હોવાનો ખૂલાસો થયો છે તે એક અત્યંત ખતરનાક રસાયણ છે. ખેતી અને ઔદ્યોગિક વિસ્ફોટકોમાં ઉપયોગી હોવા છતાં, તેના ગુણધર્મો ઘણા જોખમી છે. ભારત સરકારે તેના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ માટે કડક નિયમો બનાવ્યા છે, જેમાં PESO લાઇસન્સ ફરજિયાત છે. નિયમોનો ભંગ કરનારને ત્રણ વર્ષની જેલ અને દંડની જોગવાઈ પણ છે.

દિલ્હી બ્લાસ્ટમાં વપરાયેલુ એ ખતરનાક સફેદ કેમિકલ ક્યુ હતુ? તેનો વપરાશ અને લાઈસન્સ માટેના શું છે નિયમો- વાંચો
| Updated on: Nov 27, 2025 | 4:07 PM

રાજધાની દિલ્હીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં એમોનિયમ નાઈટ્રેટ વપરાયુ હોવાનો ખૂલાસો થયો છે. આ રસાયણનો ઉપયોગ ખાતર બનાવવા અને ઔદ્યોગિક વિસ્ફોટકોમાં થાય છે. ભારત સરકારે તેના ઉત્પાદન, વેચાણ અને સંગ્રહને નિયંત્રિત કરવા માટેના કડક નિયમો બનાવ્યા છે. પેટ્રોલિયમ અને વિસ્ફોટકો સલામતી સંગઠન (Petroleum and Explosive Safety Organisation-PESO) નું લાઇસન્સ લેવુ ફરજિયાત છે અને આ કાયદાના ભંગ બદલ જેલ અને દંડની જોગવાઈ છે. સોમવારે રાજધાની દિલ્હીમાં એક ભીષણ કાર વિસ્ફોટને અંજામ આપવામાં આવ્યો. જેમા 9 લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. આવા વિસ્ફોટકોના ઉત્પાદન માટે એમોનિયમ નાઈટ્રેટ મહત્વપૂર્ણ છે. ભારતમાં, એમોનિયમ નાઈટ્રેટનો ઉપયોગ મુખ્યત્વે ખાતરો અને ઔદ્યોગિક વિસ્ફોટકોમાં થાય છે. આ મહત્વપૂર્ણ રસાયણના ઉત્પાદન અને વેપારમાં અસંખ્ય નાની-મોટી કંપનીઓ સામેલ છે. એમોનિયમ નાઈટ્રેટના વિસ્ફોટક ગુણધર્મોને જોતાં, ભારત સરકારે તેના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને પરિવહનને નિયંત્રિત કરવા માટે કડક નિયમો ઘડ્યા છે. એમોનિયમ નાઈટ્રેટ નિયમ 2012 અંતર્ગત, તેના કોઈપણ પ્રકારના ઉપયોગ માટે પેટ્રોલિયમ અને વિસ્ફોટકો સલામતી સંગઠન (Petroleum and Explosive Safety...

Published On - 6:58 pm, Tue, 11 November 25

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો