અનેકગણુ વાયુ પ્રદૂષણ ધરાવતી ચીનની રાજધાની બૈજિંગ કેવી રીતે બની ગઈ સંપૂર્ણ પ્રદૂષણ મુક્ત.. શું ભારત દિલ્હી માટે અપનાવશે બૈજિંગ મોડેલ?
રાજધાની દિલ્હીની હવા ઝેરીલી બની છે. આ હવામાં શ્વાસ લેવો પણ જીવલેણ બની રહ્યો છે. રાજધાનીને કાળા ધુમાડા અને ધૂળની ચાદરોએ જાણે બાનમાં લીધી છે. હાલ દિલ્હીનો AQI (Air Quality Index) 500 ને પાર પહોંચી ગયો છે. દિલ્હીમાં ઘરે-ઘરે ખાંસી અને આંખમાં બળતરાના દર્દીઓ જોવા મળી રહ્યા છે. પરિસ્થિતિ એ સ્તરે પહોંચી ગઈ છે કે દિલ્હી સરકારે વાયુ પ્રદૂષણનો સામનો કરવા માટે ગેપ થ્રી લાગુ કર્યુ છે. તમામ સરકારી અને ખાનગી ઓફિસોમાં 50 ટકા કર્મચારીઓને વર્ફ ફ્રોમ હોમ કરવા માટે કહેવાયુ છે. એવામાં તમામના મનમાં એક જ સવાલ છે કે એક સમયે ચીનની રાજધાની બૈજિંગમાં દિલ્હી કરતા પણ વધુ વાયુ પ્રદૂષણ હતુ તો ચીને બૈજિંગના વાયુ પ્રદૂષણને નાથવા માટે શું કર્યુ? શું ભારત દિલ્હીમાં બૈજિંગ મોડેલ અપનાવીને વાયુ પ્રદૂષણ ઓછુ ન કરી શકે?
શિયાળો આવતા જ દિલ્હીમાં વાયુ પ્રદૂષણની સમસ્યા વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે છે. જેમ ઠંડી વધે છે તેમ દિલ્હીમાં વાયુ પ્રદૂષણનું સ્તર પણ ભયજનક સ્તરે વધે છે. છેલ્લા અનેક વર્ષોથી દિલ્હી સતત ઍર પોલ્યુશનની સમસ્યાનો સામનો કરી રહ્યુ છે. દર વર્ષે રાજધાની વાયુ પ્રદૂષણની ઝપેટમાં આવે છે અને દિલ્હીવાસીઓ ઝેરીલી હવા શ્વાસમાં લેવા મજબૂર બને છે. ચોખ્ખા હવા, પાણીએ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર પણ છે પરંતુ દિલ્હીવાસીઓને આ નસીબ થઈ રહ્યો નથી.
એક સમય હતો જ્યારે ચીનનું બૈજિંગ શહેર ધુમાડા અને કાળા વાદળોથી ઢંકાયેલુ રહેતુ હતુ. ત્યાંની હવા એટલી હદે ઝેરીલી થઈ ગઈ હતી કે લોકોની આંખો બળવા લાગતી હતી. શ્વાસ લેવો પણ મુશ્કેલ બની ગયો હતો. એ સમયે અનેક લોકો ખાંસતા ખાંસતા જ બેવડા વળી જતા હતા. શ્વાસને લગતી બીમારીઓમાં અનેકગણો વધારો થયો હતો. મેડિકલ ઈમરજેન્સી જેવી સ્થિતિ વર્ષ 2013માં સામે આવી હતી. જ્યારે ચીનની સરકારે સ્કૂલો પણ બંધ કરવી પડી હતી. આ ભયાનક સ્થિતિને ‘એરપોકેલિપ્સ’ નામ આપવામાં આવ્યુ...
Published On - 8:58 pm, Thu, 4 December 25
સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો
20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ
TV9 એપ પર ચાલુ રાખો