પાકિસ્તાન વિરુદ્ધ BIG PLANની તૈયારીઓ, સંરક્ષણ પ્રધાન સાથે ત્રણેય સેના પ્રમુખોની બેઠક, 44 દેશોમાં રહેલા ભારતીય અટૅચી પણ બેઠકમાં જોડાશે

|

Feb 25, 2019 | 5:28 AM

પુલવામા આતંકી હુમલા સામે વળતી કાર્યવાહી પર મનોમંથન કરવા માટે આજથી દિલ્હીમાં હાઈલેવલ બેઠક શરુ થઈ રહી છે. TV9 Gujarati   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ ઉનાળામાં કેરી ખાધા પછી […]

પાકિસ્તાન વિરુદ્ધ BIG PLANની તૈયારીઓ, સંરક્ષણ પ્રધાન સાથે ત્રણેય સેના પ્રમુખોની બેઠક, 44 દેશોમાં રહેલા ભારતીય અટૅચી પણ બેઠકમાં જોડાશે

Follow us on

પુલવામા આતંકી હુમલા સામે વળતી કાર્યવાહી પર મનોમંથન કરવા માટે આજથી દિલ્હીમાં હાઈલેવલ બેઠક શરુ થઈ રહી છે.

TV9 Gujarati

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં ત્રણેય સેનાઓ આર્મી, ઍરફોર્સ અને નેવીના પ્રમુખો હાજર રહેશે. આ બેઠક બે દિવસ ચાલશે. માનવામાં આવે છે કે આ બેઠકમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદ વિરુદ્ધ મોટી કાર્યવાહીનો પ્લાન તૈયાર કરવામાં આવશે.

મળતી માહિતી મુજબ આ ઉચ્ચ કક્ષાની બેઠકમાં વિવિધ દેશોમાં તહેનાત 44 ડિફેંસ અટૅચી પણ હાજરી આપશે. બેઠક બાદ સંરક્ષણ પ્રધાન અને ત્રણેય સેના પ્રમુખો પોતાની તૈયારીઓની માહિતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન રાજનાથ સિંહ અને નાણા પ્રધાન અરુણ જેટલી સાથે યોજાનારી ઉચ્ચ કક્ષાની બેઠકમાં શૅર કરશે.

ઉચ્ચ પદસ્થ સરકારી સૂત્રોએ જણાવ્યું કે ગૃહ મંત્રાલય પાકિસ્તાન વિરુદ્ધ ડોઝિયર તૈયાર કરી રહ્યું છે. આ ડોઝિયર સાથે ડિફેંસ અટૅચી દુનિયાના પ્રમુખ દેશો સાથે પાકિસ્તાન વિરુદ્ધ લૉબિંગના પ્લાન પર અમલ કરશે.

પુલવામા આતંકી હુમલા બાદ વિશ્વ બિરાદરીમાં પાકિસ્તાનને અલગ-થલગ કરી તેના પર આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહીનું દબાણ લાવવાની દિશામાં આ બેઠક મહત્વનું પગલું માનવામાં આવી રહી છે. ભારત દુનિયાના 44 મહત્વના દેશોમાં પોતાના ડિફેંસ અટૅચી રાખે છે. આ અટૅચી તે દેશ સાથે સંરક્ષણ સંબંધ જાળવી રાખવાનું અત્યંત મહત્વનું અને સંવેદશનીલ કામ કરે છે. બ્રિગેડિયર અને કર્નલ રૅંકના આ અટૅચી આર્મી, નેવી અને ઍરફોર્સમાંથી પસંદ કરવામાં આવે છે.

એક સૈન્ય અધિકારીએ જણાવ્યું કે આજથી શરુ થનારી બે દિવસીય બેઠકમાં પાકિસ્તાનની સરહદ પર વર્તમાન પરિસ્થિતિ સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા થશે. આ ઉપરાંત સરકાર સુરક્ષા પડકારો મુદ્દે અધિકારીઓની પ્રતિક્રિયા લેશે. આ બેઠકમાં ભારત-ચીન સરહદની સ્થિતિ ઉપરાંત ભારતના પાડોશથી જોડાયેલા ભૂ-રણનીતિક મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. બેઠકમાં અમેરિકા-રશિયા સહિત બીજા મિત્ર દેશો સાથે જ દુનિયાના મહત્વના દેશો સાથે સંબંધો પર વ્યાપક ચર્ચા થશે.

સૂત્રોએ જણાવ્યું કે બેઠકમાં પાકિસ્તાન વિરુદ્ધ કૂટનીતિક રણનીતિ સાથે સામરિક (યૌદ્ધિક) રણનીતિ પર પણ મહત્વના નિર્ણયો લેવામાં આવશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article