કોરોના વાઈરસનો (Corona virus) કહેર દેશમાં હવે સતત ઘટતો જોવા મળી રહ્યો છે. આજે દેશભરમાં કોરોના સંક્રમણના 3,993 નવા કેસ (Corona Cases In India) નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 108 દર્દીઓના મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Union Health Ministry) જણાવ્યું કે ભારતમાં કોરોના વાઈરસના એેક્ટિવ દર્દી હવે ઘટીને 50 હજારથી ઓછા રહ્યા છે.
#Unite2FightCorona#LargestVaccineDrive#OmicronVariant
https://t.co/uRNIBvP8hM pic.twitter.com/SMEqlJ8Tla
— Ministry of Health (@MoHFW_INDIA) March 8, 2022
સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન 108 લોકોના મોત બાદ કોરોના વાઈરસથી મૃત્યુ પામનારા લોકોનો આંકડો 5,15,210 પર પહોંચી ગયો છે. જ્યારે ભારતમાં કોરોનાના એક્ટિવ દર્દી ઓછા થઈને 50 હજારથી પણ ઓછા એટલે કે 49,948 રહી ગયા છે. જે કુલ કેસના 0.12 ટકા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી છે કે સોમવારે ભારતમાં સંક્રમણથી 8,055 લોકો સાજા થયા, ત્યારબાદ કોરોનાથી અત્યાર સુધી સાજા થનારા લોકોની સંખ્યા 4,24,06,150 થઈ ગઈ છે.
દેશમાં દૈનિક પોઝિટીવિટી રેટ 0.46 ટકા છે. વિકલી પોઝિટીવિટી રેટ 0.68 ટકા છે. ત્યારે રિક્વરી રેટ હવે 98.68 ટકા થઈ ગયો છે. તેની વચ્ચે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે જણાવ્યું કે દેશમાં સોમવારે કોરોના વાઈરસ માટે 8,73,395 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા. ત્યારબાદ દેશમાં સેમ્પલ ટેસ્ટિંગનો આંકડો હવે 77.43 કરોડ થઈ ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે સમગ્ર દેશમાં અત્યાર સુધી 179.13 કરોડ કોરોના વેક્સિનના ડોઝ લગાવવામાં આવી ચૂક્યા છે. નવા આંકડાઓ મુજબ ભારતમાં કુલ વેક્સિનેશનનો આંકડો હવે 1,79,13,41,295 થઈ ગયો છે.
રાજયમાં જિલ્લાવાર કોરોનાની સ્થિતિ પર એક નજર કરીએ તો 7 માર્ચે અમદાવાદ જિલ્લામાં કોરોનાના નવા 25 કેસ નોંધાયા, વડોદરામાં કોરોનાના નવા 9 કેસ સામે આવ્યા, સુરતમાં કોરોનાના નવા 2 કેસ નોંધાયા, ગાંધીનગર જિલ્લામાં કોરોનાના નવા 2 કેસ નોંધાયા તો અરવલ્લી, બનાસકાંઠા, જામનગર, રાજકોટ અને સાંબરકાંઠા જિલ્લામાં 1-1 કેસ નોંધાયા છે. આ સિવાયના રાજયના તમામ જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. કોરોનાને કારણે રાજકોટ અને સુરતમાં 1-1 દર્દીનું મોત થયું છે, આમ રાજયમાં આજે કોરોનાને કારણે 2 દર્દી મોતને ભેટ્યા છે.
આ પણ વાંચો: International Women’s Day: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ગૂગલે મહિલાઓ માટે બનાવ્યું એક ખાસ ડૂડલ
આ પણ વાંચો: Russia Ukraine War : યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ‘No-Fly Zone’ ની કરી માગ, જાણો શું છે નો-ફ્લાય ઝોન?
Published On - 11:10 am, Tue, 8 March 22