
આ કેસ હાલ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે, જ્યાં એક અરજદારે મૃત્યુદંડની સજા પદ્ધતિ બદલવાની માંગ કરી છે. અરજદારે ફાંસીની જગ્યાએ ઘાતક ઇન્જેક્શન, ફાયરિંગ સ્ક્વોડ, ઇલેક્ટ્રિક ખુરશી અથવા ગેસ ચેમ્બર જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરવાના વિકલ્પ સૂચવ્યા છે. અરજદારની દલીલ છે કે આ પદ્ધતિ દ્વારા થોડી મિનિટોમાં જ ગુનેદારનું મોત થઈ જાય છે જ્યારે ફાંસીમાં ઘણો સમય લાગે છે અને આ પદ્ધતિ ઘણી ક્રુર અને પીડાદાયક છે. અરજદારના વકીલ, ઋષિ મલ્હોત્રાએ કોર્ટને જણાવ્યું હતું કે, “ઓછામાં ઓછો ગુનેગાર કેદીને એ પસંદગીનો અધિકાર તો મળવો જોઈએ કે તે ફાંસી ઈચ્ચે છે કે ઘાતક ઈંજેક્શન? ઘાતક ઇન્જેક્શન ઝડપી, માનવીય અને સભ્ય છે, જ્યારે ફાંસી ક્રૂર, બર્બર અને લાંબી ચાલનારી પ્રોસેસ છે.” તેમણે એ પણ સૂચવ્યુ કે સેનામાં આવા વિકલ્પો આપવામાં આવે છે. જો કે, સરકારે તેના જવાબમાં કહ્યું, “આવા વિકલ્પ આપવા શક્ય નથી.” આ દરમિયાન એ પણ સવાલ ઉઠે છે કે અમેરિકા સહિત મોટાભાગના દેશોમાં ઝેરીલ ઈંજેક્શનથી મૃત્યુદંડ આપવાને વધુ સરળ અને માનવીય પદ્ધતિ માનવામાં...
Published On - 8:42 pm, Fri, 17 October 25