સાયરસ મિસ્ત્રીએ અકસ્માત સમયે સીટ બેલ્ટ પહેર્યો ન હતો, 9 મિનિટમાં 20 કિમીનું અંતર કાપ્યું

|

Sep 05, 2022 | 9:59 AM

જાણીતા ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું માર્ગ અકસ્માતમાં અવસાન થયું. આ કેસમાં પોલીસ હવે અકસ્માતના કારણની તપાસ કરી રહી છે. તપાસમાં પોલીસને કેટલાક CCTV ફૂટેજ પણ મળ્યા છે.

સાયરસ મિસ્ત્રીએ અકસ્માત સમયે સીટ બેલ્ટ પહેર્યો ન હતો, 9 મિનિટમાં 20 કિમીનું અંતર કાપ્યું
સાયરસ મિસ્ત્રીએ અકસ્માત સમયે સીટ બેલ્ટ પહેર્યો ન હતો
Image Credit source: File photo

Follow us on

Cyrus Mistry : મશહુર ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું રવિવારના રોજ માર્ગ અકસ્માતમાં નિધન થયું છે. આ અકસ્માત થયો તે દરમિયાન ઉદ્યોગપતિ કારમાં ગુજરાતથી મુંબઈ આવી રહ્યા હતા. દુર્ધટના બાદ પાછળનું કારણ હાલમાં પોલીસ શોધી રહી છે. માર્ગ અકસ્માતની પ્રાથમિક તપાસ અનુસાર, સાયરસ મિસ્ત્રી (Cyrus Mistry), ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન અને તેમના એક સહ-યાત્રીએ સીટ બેલ્ટ પહેર્યો ન હતો. કાર ખુબ સ્પીડમાં ચાલી રહી હતી. પોલીસના જણાવ્યા અનુસાર કારની સ્પીડ એટલી વધુ હતી કે 9 મિનીટમાં 20 કિમીનું અંતર કાપ્યું હતુ.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અકસ્માતના સમયે મિસ્ત્રીની કાર ખુબ સ્પીડમાં હતી. કારે પાલઘર જિલ્લામાં ચારોટી ચેકપોસ્ટને પાર કર્યા પછી માત્ર નવ મિનિટમાં 20 કિમીનું અંતર કાપ્યું.

ઘટના સમયે મહિલા ડોક્ટર કાર ચલાવી રહી હતી

આ દુર્ધટના તે સમયે થઈ જ્યારે મિસ્ત્રીની લગ્ઝરી કાર મુંબઈથી પાલઘર જિલ્લામાં સુર્યા નદી પર બનેલા પુલ પર એક ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં મિસ્ત્રી અને જહાંગીરી પંડોલે નામના વ્યક્તિનું મોત થયું હતુ. આ અકસ્માતમાં જાણીતા ગાયનેકોલોજિસ્ટ અનાહિતા પંડોલે (55) અને તેમના પતિ ડેરિયસ પંડોલે (60) ગંભીર રીતે ઘાયલ થયા હતા. જહાંગીરના ભાઈ ડેરિયસ ટાટા ગ્રુપના ભૂતપૂર્વ સ્વતંત્ર ડિરેક્ટર હતા, જેમણે મિસ્ત્રીને ચેરમેન પદ પરથી હટાવવાનો વિરોધ કર્યો હતો. આ અકસ્માત બપોરે 2.30 કલાકે થયો હતો. અનાહિતા પંડોલે કાર ચલાવી રહી હતી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

CCTV ફુટેજમાં કાર ખુબ સ્પીડમાં જોવા મળી

અધિકારીએ રવિવારે જણાવ્યું કે, સીસીટીવીમાં કાર ખુબ જોવા મળી હતી. અક્સ્માતમાં મૃત્યુ પામેલા બંન્ને લોકોએ સીટ બેલ્ટ બાંધ્યો ન હતો.ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું કાર અકસ્માતમાં મોત થયું છે. સાયરસ મિસ્ત્રી ભારતીય મૂળના સૌથી સફળ અને શક્તિશાળી ઉદ્યોગપતિઓમાંના એક પલોનજી શાપૂરજી મિસ્ત્રીના પુત્ર હતા. તેઓ ટાટા સન્સના ચેરમેન પણ હતા. અકસ્માત સ્થળના ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટના ચેરમેનના પદ અલગ-અલગ થઈ ગયા

ભારતીય કોર્પોરેટ જગતમાં સૌથી વધુ ચર્ચિત વિવાદોમાંની એક ટાટા સન્સે ટાટા ગ્રુપ અને સાયરસ મિસ્ત્રી જેવી કોઈ લડાઈને ભવિષ્યમાં રોકવા માટે નિમણૂકના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. ટાટા સન્સે 30 ઓગસ્ટે કંપનીની વાર્ષિક સામાન્ય સભા (AGM) દરમિયાન શેરધારકોની મંજૂરી પણ લીધી હતી. મીટિંગમાં કંપનીએ આર્ટિકલ્સ ઓફ એસોસિએશન સહિત ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટના ચેરમેનના પદ અલગ-અલગ થઈ ગયા છે. નવા નિયમ હેઠળ આ પદો પર કોઈ એક વ્યક્તિની નિમણૂક કરી શકાશે નહીં. ટાટા સન્સ એ 103 બિલિયન ડોલરના ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની છે, જેમાં ટાટાના બે ટ્રસ્ટ લગભગ 52 ટકા હિસ્સો ધરાવે છે. એક સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને બીજું સર રતન ટાટા ટ્રસ્ટ છે. હાલમાં બંને ટ્રસ્ટનું નેતૃત્વ રતન ટાટા કરી રહ્યા છે.

Next Article