વાવાઝોડાના પગલે આંધ્રપ્રદેશમાં ઘણા સ્થળે તબાહીની સંભાવના છે. જેને લઇને આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન રેડ્ડીએ કલેક્ટરને કહ્યું કે , ‘જવાદ વાવાઝોડાને કારણે કોઈને કોઈ સમસ્યા ન થાય તેની ખાતરી કરો. ખાસ કરીને નીચાણવાળા અને સંવેદનશીલ વિસ્તારોના કિસ્સામાં તકેદારી રાખો.’ CMO દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ‘મુખ્યમંત્રીએ કલેક્ટરને જ્યાં જરૂર હોય ત્યાં રાહત શિબિરો સ્થાપવાની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.’
3 અને 4 ડિસેમ્બરે 65 ટ્રેન રદ
જવાદ વાવાઝોડાના કારણે ટ્રેન સેવા પર અસર થશે. વોલ્ટેર સિનિયર ઈસ્ટ કોસ્ટ રેલ્વે ડિવિઝનના ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર એકે ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, “જવાદને ધ્યાનમાં રાખીને,આંધ્ર પ્રદેશ સરકારે વિશાખાપટ્ટનમ જિલ્લામાંથી 3 અને 4 ડિસેમ્બર માટે લગભગ 65 ટ્રેનો રદ કરી છે.
Around 65 ongoing trains were cancelled from the Visakhapatnam district of Andhra Pradesh for Dec 3 & 4, in the wake of #CycloneJawad: Senior Divisional Commercial Manager of Waltair Division of East Coast Railway, A K Tripathi
— ANI (@ANI) December 3, 2021
ચક્રવાત જવાદની ઘણા રાજ્યોમાં અસર દેખાશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમ-મધ્યને અડીને દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી પર એક ઊંડા દબાણનો વિસ્તાર આગામી 12 કલાક દરમિયાન વાવાઝોડા જવાદમાં ફેરવાઈ જશે. IMDએ જણાવ્યું કે વાવાઝોડુ શનિવારે સવારે ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે પહોંચવાની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું કે, વિશાખાપટ્ટનમથી લગભગ 770 કિમી દક્ષિણ-દક્ષિણ-પૂર્વમાં બંગાળની ખાડી પરનું દબાણ ગુરુવારે મોડી રાત્રે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.
મળતી માહિતી મુજબ, શુક્રવારે સવારે પશ્ચિમ-મધ્યને અડીને આવેલા દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં આ દબાણ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે.
NDRF સહિત 266 ટીમો તૈનાત રહેશે
વાવાઝોડાના કારણે મોટુ નુકસાન થવાની સંભાવના છે. ઓડિશા, આંધ્રપ્રદેશ અને ગંગાના પશ્ચિમ બંગાળના ઘણા ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવવાની અને ઉભા પાકને, ખાસ કરીને ડાંગરને નુકસાન થવાની સંભાવના છે. ઓડિશા સરકારે ચક્રવાત જવાદથી થતી પ્રતિકૂળ અસરોને રોકવા માટે ગાઇડલાઇન જાહેર કરી છે. વિશેષ રાહત કમિશનર પ્રદીપ કુમાર જેનાએ જણાવ્યું હતું કે, સરકાર દરિયાકાંઠાના જિલ્લાઓમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), સ્ટેટ ફાયર સર્વિસ અને ઓડિશા ડિઝાસ્ટર રેપિડ રિસ્પોન્સ ફોર્સ (ODRAF) સહિત 266 ટીમો તૈનાત કરવાની યોજના બનાવી રહી છે.
આ પણ વાંચોઃ Cyclone Jawad: વાવાઝોડાના નામ કેવી રીતે પાડવામાં આવે છે? વાવાઝોડાના નામકરણની શરુઆત ક્યારથી થઇ?
આ પણ વાંચોઃ Afghanistan: તાલિબાનનો સર્વોચ્ચ નેતા હિબતુલ્લા અખુંદઝાદા જીવિત છે કે મરી ગયો તેનું રહસ્ય ખુલ્યુ !
Published On - 2:36 pm, Fri, 3 December 21