Vaccination: દેશમાં 50 ટકાથી વધુ લોકોનું સંપૂર્ણ રસીકરણ થયું, આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું- એક થઈને કોરોનાને હરાવીશું

|

Dec 05, 2021 | 1:12 PM

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં કોવિડ-19 રસીના 127 કરોડથી વધુ ડોઝ લાગુ કરવામાં આવ્યા છે. તેમાંથી ઓછામાં ઓછો એક ડોઝ 79.90 કરોડ લોકોને આપવામાં આવ્યો છે અને બંને ડોઝ 47.71 કરોડ લોકોને આપવામાં આવ્યા છે.

Vaccination: દેશમાં 50 ટકાથી વધુ લોકોનું સંપૂર્ણ રસીકરણ થયું, આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું- એક થઈને કોરોનાને હરાવીશું
Mansukh Mandaviya - File Photo

Follow us on

ભારતમાં કોરોના વાયરસ સામે ચાલી રહેલા રસીકરણ (Covid-19 Vaccination) અભિયાન હેઠળ 50 ટકાથી વધુ લોકોને સંપૂર્ણ રસી આપવામાં આવી છે. એટલે કે, તેઓએ કોવિડ-19 રસીના બંને ડોઝ લીધા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ (Mansukh Mandaviya) રવિવારે કહ્યું કે, આ ગૌરવની ક્ષણ છે કે 50 ટકાથી વધુ પાત્ર વસ્તી હવે સંપૂર્ણ રસીકરણ પામી ચૂકી છે. તેમણે કહ્યું કે અમે કોવિડ-19 સામેની લડાઈ એક થઈને જીતીશું.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં કોવિડ-19 રસીના 127 કરોડથી વધુ ડોઝ (Vaccine Dose) લાગુ કરવામાં આવ્યા છે. તેમાંથી ઓછામાં ઓછો એક ડોઝ 79.90 કરોડ લોકોને આપવામાં આવ્યો છે અને બંને ડોઝ 47.71 કરોડ લોકોને આપવામાં આવ્યા છે. શનિવારે, દેશભરમાં 1.04 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. મહત્વની વાત એ છે કે તેમાં બીજો ડોઝ મેળવનારા લોકોની સંખ્યા 75.12 લાખ છે. આ પહેલા પણ એક દિવસમાં રસીકરણની સંખ્યા ઘણી વખત 1 કરોડને વટાવી ચૂકી છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કર્યું કે, ભારતમાં શનિવારે કોવિડ-19ની એક કરોડ રસી આપવામાં આવી હતી. હર ઘર દસ્તક અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Narendra Modi) નેતૃત્વમાં નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે અને નવી સિદ્ધિઓ મેળવી રહ્યું છે.

સરકારી ડેટા મુજબ નવેમ્બરમાં સરેરાશ 59.32 લાખ ડોઝ પ્રતિદિન આપવામાં આવી રહ્યા હતા, જ્યારે મે મહિનામાં સરેરાશ 19.69 લાખ ડોઝ પ્રતિદિન આપવામાં આવી રહ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે ભારતની વસ્તીના લગભગ 84.8 ટકા પુખ્તોને કોવિડ-19 રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 50 ટકા પુખ્તોને બીજો ડોઝ પણ મળ્યો છે.

રાજ્યો પાસે 21.13 કરોડથી વધુ ડોઝ ઉપલબ્ધ
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રસીના 138 કરોડથી વધુ ડોઝ પૂરા પાડ્યા છે. તેમાં 21.13 કરોડથી વધુ વધારાના અને બિનઉપયોગી ડોઝનો સમાવેશ થાય છે.

રવિવારે દેશમાં કોવિડ-19ના 8,895 નવા કેસ નોંધાયા હતા. આ પછી, સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 3,46,33,255 થઈ ગઈ છે. સક્રિય કેસોની સંખ્યા ઘટીને 99,155 થઈ ગઈ છે. દૈનિક ચેપ દર 0.73 ટકા હતો, જે છેલ્લા 62 દિવસથી બે ટકાથી ઓછો રહ્યો છે. દેશમાં કોવિડ-19 સંક્રમણને કારણે અત્યાર સુધીમાં 4,73,326 લોકોના મોત થયા છે.

 

આ પણ વાંચો : સાવધાન ! જાન્યુઆરીમાં આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર, ફેબ્રુઆરીમાં એક દિવસમાં આવશે 1.5 લાખ કેસ !

આ પણ વાંચો : UP Assembly Elections : ભાજપે યુપી મિશન-2022 માટે બનાવ્યો પ્લાન, આ રણનીતિથી સપા અને બસપાને હરાવશે

Next Article