કોરોના વાઈરસના (corona virus) નવા પ્રકાર ઓમિક્રોન (Omicron)ને ખૂબ જ ખતરનાક પ્રકાર માનવામાં આવી રહ્યો છે અને તે વિશ્વના મોટાભાગના દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. જોકે આ વેરિઅન્ટને લઈને દરેક દેશમાં જાગૃતિ લાવવામાં આવી રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના પ્રાદેશિક નિર્દેશકે ચેતવણી આપી છે કે વેરિઅન્ટને ‘હળવા’ તરીકે નકારી શકાય નહીં કારણ કે તે ઝડપથી ફેલાઈ રહ્યો છે.
કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટથી ઊભી થતી ચિંતાઓ વચ્ચે WHO દક્ષિણ-પૂર્વ એશિયા ક્ષેત્રના પ્રાદેશિક નિર્દેશક ડૉ. પૂનમ ખેત્રપાલ સિંહે ગુરુવારે જણાવ્યું હતું કે ઓમિક્રોન અગાઉના કોઈપણ પ્રકાર કરતાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યું છે અને તેને “હળવા” તરીકે નકારી દેવું જોઈએ નહીં.
દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. અત્યાર સુધી આ વેરિઅન્ટથી સંક્રમિત લોકોમાં કોરોના વાઈરસના ખૂબ જ હળવા લક્ષણો જોવા મળ્યા છે. ડૉક્ટરોનું કહેવું છે કે ડેલ્ટા વેરિઅન્ટની સરખામણીમાં ઓમિક્રોન થોડું અલગ છે. આ પ્રકારના મોટાભાગના દર્દીઓને ગળામાં દુખાવો અને સૂકી ઉધરસ હોય છે. જ્યારે ડેલ્ટા વેરિઅન્ટના દર્દીઓમાં ઉચ્ચ તાવ અને શ્વસન સમસ્યાઓ જેવા લક્ષણો જોવા મળ્યા હતા.
ઓમિક્રોન વેરિઅન્ટના દર્દીઓને શ્વાસ લેવામાં કોઈ તકલીફ પડતી નથી. દર્દીઓમાં તાવની કોઈ ફરિયાદ નથી. એવા ઘણા સંક્રમિત લોકો છે જેમનામાં કોરોનાના કોઈ લક્ષણો નથી. જ્યારે જે લોકો ડેલ્ટાથી સંક્રમિત થયા હતા. તેના ફેફસાં ખરાબ થઈ ગયાં હતાં. આ કારણે તેના શરીરમાં ઓક્સિજનનું સ્તર ઝડપથી ઘટી રહ્યું હતું. તે સમયે મોટાભાગના દર્દીઓમાં સ્વાદ અને ગંધ ગુમાવવી એ સૌથી સામાન્ય લક્ષણ હતું, પરંતુ ઓમિક્રોન દર્દીઓમાં આવું નથી.
દિલ્હી સરકારની લોકનાયક હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર સુરેશ કુમારનું કહેવું છે કે ઓમિક્રોન વેરિઅન્ટના જે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંના મોટાભાગનાને માત્ર ગળામાં દુખાવો છે. તાવ પણ બે-ત્રણ દિવસમાં ઉતરી જાય છે. ડૉક્ટરનું કહેવું છે કે અત્યાર સુધી કોઈ પણ સંક્રમિત દર્દીમાં શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જોવા મળ્યા નથી. આ સિવાય મહારાષ્ટ્ર તેમજ જયપુરમાં પણ ઓમિક્રોનથી સંક્રમિત લોકો મળી આવ્યા છે. તેમનામાં પણ ગળામાં ખરાશના લક્ષણો જોવા મળ્યા છે.
આ પણ વાંચો : Nirbhaya Fund: 30 રૂપિયામાં સુરક્ષિત થશે દેશની દીકરી! નિર્ભયા ફંડમાંથી 9764.30 કરોડની યોજનાઓ, પીડિતાઓને શું મળ્યું?
આ પણ વાંચો : Reliance નો શેર 3100 રૂપિયા સુધી પહોંચે તેવા અનુમાન, મ્યુચ્યુઅલ ફંડ હાઉસે નવેમ્બરમાં રૂ. 73,869 કરોડના શેર ખરીદ્યા