કેન્દ્રએ ઓમિક્રોન અંગે રાજ્યોને કડક સૂચના આપી, વિદેશથી આવતા પ્રવાસીઓ પર નજર રાખે, ટ્રેક-ટ્રેસ અને ટ્રીટમેન્ટ પર આપે ધ્યાન

|

Nov 30, 2021 | 5:00 PM

સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર વિદેશથી આવેલા લોકોને ટ્રેસ કરવાની જરૂર છે. જો કોઈ ટ્રેસ થાય છે, તો તેને ટ્રેક કરવાની જરૂર છે કે તેની વર્તમાન સ્થિતિ શું છે.

કેન્દ્રએ ઓમિક્રોન અંગે રાજ્યોને કડક સૂચના આપી, વિદેશથી આવતા પ્રવાસીઓ પર નજર રાખે, ટ્રેક-ટ્રેસ અને ટ્રીટમેન્ટ પર આપે ધ્યાન
Abroad Travelers

Follow us on

વિશ્વના ઘણા દેશોમાં વધી રહેલા કોરોનાના નવા વેરિએન્ટના (Omicron Variant) જોખમને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને વિદેશથી આવતા તમામ નાગરિકો પર કડક નજર રાખવા જણાવ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે રાજ્યોના પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં આ વાત કહી. તેમણે કહ્યું કે રાજ્ય સરકારે આગામી દિવસોમાં શક્ય તેટલું સર્વેલન્સ મજબૂત કરવું જોઈએ.

બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે ભારપૂર્વક જણાવ્યું હતું કે, છેલ્લા 14 દિવસમાં વિદેશથી આવેલા તમામ લોકો, પછી ભલે તે જોખમ ધરાવતા દેશથી હોય કે જોખમ વગરના દેશમાંથી, એટલે કે તે દેશો જ્યાં ઓમિક્રોનના કેસ (Omicron Variant Case) જોવા મળ્યા હોય અને તે બધા પ્રવાસીઓ કે જેમને દેશોમાં ઓમિક્રોન કેસ મળ્યા નથી તેઓને શોધી કાઢવાની જરૂર છે. નિષ્ણાતનો અભિપ્રાય છે કે જ્યારે કોરોના વાયરસ (Corona Virus) ફેલાય છે, ત્યારે તેને પરિવર્તિત થવામાં 14 દિવસનો સમય લાગે છે. એવું જરૂરી નથી કે વ્યક્તિની મુસાફરી દરમિયાન RT PCR ટેસ્ટમાં રોગ પકડાય.

વિદેશના પ્રવાસીઓને ટ્રેસ કરવાની જરૂર
સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર વિદેશથી આવેલા લોકોને ટ્રેસ કરવાની જરૂર છે. જો કોઈ ટ્રેસ થાય છે, તો તેને ટ્રેક કરવાની જરૂર છે કે તેની વર્તમાન સ્થિતિ શું છે. આરોગ્ય મંત્રાલયની બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, કોરોનાનો નવો વાયરસ RT PCR ટેસ્ટ અને રેટ ટેસ્ટમાં પકડાય છે. તેથી તે વધુ જરૂરી છે કે જે લોકો વિદેશથી મુસાફરી કરી રહ્યા છે તેમની મહત્તમ RT-PCR અને રેટ ટેસ્ટ કરાવવામાં આવે જેથી તે જાણી શકાય કે તે વ્યક્તિ સંક્રમિત છે કે નહીં.

તમને આ ખબર છે.. સમુદ્ર અને મહાસાગર વચ્ચે શું તફાવત છે? 99 ટકા લોકો જાણતા નથી
OYO room Booking : રિલેશનશિપ સ્ટેટ્સ જાણવા માટે OYO માં ક્યા ડોક્યુમેન્ટ્સ જોઈશે?
Dry fruits and Nuts : ડ્રાયફ્રુટ્સ અને નટ્સ વચ્ચે શું તફાવત છે? જાણો
જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન

રાજ્ય સરકારની મહત્વની ભૂમિકા
રાજ્ય સરકારોને ખાસ સૂચના આપવામાં આવી છે કે, આવી વ્યક્તિ જે કોઈ જોખમવાળા દેશમાંથી આવી હોય અને હજુ સુધી સંક્રમિત ન હોય, તેવા લોકો પર ખાસ નજર રાખવામાં આવે અને ક્વોરેન્ટાઈનના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે. એવા પ્રયાસો પણ કરવા જોઈએ કે તે વ્યક્તિ આગામી 7 દિવસ સુધી ક્વોરેન્ટાઈન નિયમોનું પાલન કરે અને કોઈના સંપર્કમાં ન આવે.

 

આ પણ વાંચો : રાજ્યસભાના તમામ સસ્પેન્ડેડ સાંસદ આવતીકાલે સંસદ પરિસરમાં ધરણા કરશે, વેંકૈયા નાયડુએ માફી માગ્યા વિના સસ્પેન્શન રદ કરવાનો કર્યો ઈનકાર

આ પણ વાંચો : પીયૂષ ગોયલે પૂછ્યું માર્શલનું ગળું દબાવવું, ખુરશીથી હુમલો કરવો, લેડી માર્શલ પર હુમલો કરવો, રસ્સી ફેંકવી, રાહુલ ગાંધી જણાવે – શું આ સાચું છે?

Next Article