100 Crore COVID-19 Vaccine India: ભારત આજે રચશે સ્વર્ણિમ ઇતિહાસ ! 100 કરોડ વેક્સિન ડોઝના આંકડા થશે પાર, જાણો કઈ રીતે કરશે ઉજવણી ?

|

Oct 21, 2021 | 9:04 AM

માંડવિયાએ અગાઉ કહ્યું હતું કે 100 કરોડ ડોઝ આપવામાં આવ્યા પછી, અમે મિશન મોડમાં જઈશું જેથી સુનિશ્ચિત થઈ શકે કે જેમણે તેમની પ્રથમ ડોઝ લીધી છે તેઓ જલ્દીથી તેમની બીજી ડોઝ લે

100 Crore COVID-19 Vaccine India: ભારત આજે રચશે સ્વર્ણિમ ઇતિહાસ ! 100 કરોડ વેક્સિન ડોઝના આંકડા થશે પાર, જાણો કઈ રીતે કરશે ઉજવણી ?
Mansukh Mandaviya

Follow us on

100 Crore COVID-19 Vaccine India: દેશમાં કોરોના સામેની ઝુંબેશ શરૂ થયાના 9 મહિના પછી, ભારત આજે 100 કરોડ વેક્સિન ડોઝ (100 Crore Vaccine Dose) આપવાનો સીમાચિહ્ન પાર કરશે. દેશ આજે 100 કરોડ અથવા 1 બિલિયન ડોઝના લક્ષ્યને પાર કરવા માટે તૈયાર છે. આ પ્રસંગને ખાસ બનાવવા માટે કેન્દ્ર સરકારે ઘણા કાર્યક્રમોની યોજનાઓ પણ તૈયાર કરી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) આજે લાલ કિલ્લા પરથી ગાયક કૈલાશ ખેર (Kaislash Kher) દ્વારા લખાયેલ ગીત અને ફિલ્મનું લોકાર્પણ કરશે. માંડવિયાએ કહ્યું કે દેશ રસીની સદી બનાવવાની નજીક છે. આ સુવર્ણ તકનો એક ભાગ બનવા માટે, હું રસીકરણ કરાવવા માંગતા નાગરિકોને અપીલ કરું છું કે તાત્કાલિક રસીકરણ કરાવીને દેશની આ ઐતિહાસિક સુવર્ણ યાત્રામાં યોગદાન આપો. સરકારની યોજના 100 કરોડની રસીની ડોઝ આપવામાં આવે ત્યારે વિમાન, જહાજો, મહાનગરો અને રેલવે સ્ટેશનો પર જાહેર જાહેરાત કરવાની છે.

સૌથી મોટો ખાદી તિરંગો ફરકાવવામાં આવશે
આ સાથે આજે લાલ કિલ્લા પર દેશનો સૌથી મોટો ખાદી તિરંગો પ્રદર્શિત કરવામાં આવશે. તેનું વજન લગભગ 1400 કિલો છે. 225 ફૂટ લાંબો અને 150 ફૂટ પહોળો આ તિરંગો 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ નિમિત્તે લેહમાં ફરકાવવામાં આવ્યો હતો. આ તિરંગો ભારતમાં અત્યાર સુધી ઉત્પાદિત સૌથી મોટો હાથથી વણાયેલ ખાદી ધ્વજ છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

100 કરોડ પછી આ લક્ષ્ય હશે
માંડવિયાએ અગાઉ કહ્યું હતું કે 100 કરોડ ડોઝ આપવામાં આવ્યા પછી, અમે મિશન મોડમાં જઈશું જેથી સુનિશ્ચિત થઈ શકે કે જેમણે તેમની પ્રથમ ડોઝ લીધી છે તેઓ જલ્દીથી તેમની બીજી ડોઝ લે. તેઓ કોવિડ -19 થી સુરક્ષિત છે તેની ખાતરી કરવા માટે. 11 વાગ્યાની આસપાસ સરકારી પોર્ટલના ડેટા મુજબ, બુધવાર સુધી દેશમાં 99.7 કરોડ (997 મિલિયન) રસી ડોઝ આપવામાં આવી છે.

75% પુખ્ત વસ્તીને રસી મળી
તમામ પુખ્ત વયના 75% લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. તે જ સમયે, પુખ્ત વસ્તીના 31 ટકા લોકોએ તેમની બીજી માત્રા પણ લીધી છે. અત્યાર સુધી, ચીન એકમાત્ર દેશ છે, જેણે 100 કરોડથી વધુ રસી ડોઝનું સંચાલન કર્યું છે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ કાર્યક્રમ શરૂ થયા પછી, ભારતમાં રસી કવરેજમાં સતત વધારો જોવા મળ્યો છે, જેમાં ઓગસ્ટ મહિનામાં પ્રથમ વખત એક દિવસના આંકડા 10 મિલિયન સુધી પહોંચ્યા છે. પીએમ મોદીના જન્મદિવસે, રસીકરણની સંખ્યા એક દિવસમાં 25 મિલિયન એટલે કે 2.5 કરોડને પાર કરી ગઈ.

આ પણ વાંચો: The Big Pictureના સ્ટેજ પર રણવીરે આ સુંદરીઓ સાથે કરી ખૂબ મસ્તી, જુઓ તસવીર

આ પણ વાંચો: Rajkot: રાહતના સમાચાર, ઘર, દુકાન અને ઓફિસની બહાર પાર્ક કરેલા વાહન પર ચાર્જ નહીં, જાણો પે એન્ડ પાર્કના ભાવ

Published On - 7:33 am, Thu, 21 October 21

Next Article