Covid 19 In India: 24 કલાકમાં કોરોનાના 1590 કેસ નોંધાયા, દેશના આ બે રાજ્યોમાં કોરોનાના સૌથી વધારે એક્ટિવ કેસ

|

Mar 26, 2023 | 10:58 PM

Corona virus: દેશમાં એક્ટિવ દર્દીની સંખ્યા સતત વધી રહી છે. એક્ટિવ કેસ 8600થી વધારે છે. છેલ્લા 4 દિવસથી દરરોજ 1 હજારથી વધારે નવા કેસ નોંધાઈ રહ્યા છે. દિલ્હી, મહારાષ્ટ્ર, કેરળ, ગુજરાત, કર્ણાટકમાં સંક્રમણ સતત વધી રહ્યુ છે.

Covid 19 In India: 24 કલાકમાં કોરોનાના 1590 કેસ નોંધાયા, દેશના આ બે રાજ્યોમાં કોરોનાના સૌથી વધારે એક્ટિવ કેસ

Follow us on

દેશભરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1590 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 5 સપ્તાહથી સંક્રમિતોની સંખ્યામાં 9 ગણો વધારો થયો છે. કોવિડના વધતા કેસની પાછળ ઓમિક્રોનના એક્સબીબી.1.16 વેરિએન્ટને મોટુ કારણ માનવામાં આવી રહ્યું છે. આ વેરિએન્ટ દેશના ઘણા રાજ્યોમાં પગપેસારો કરી રહ્યો છે. તેના કારણે કેસ વધી રહ્યા છે. દેશના બે રાજ્યોમાં એક્ટિવ કેસ ઝડપથી વધી રહ્યા છે. આ રાજ્યોમાં કેરળ અને મહારાષ્ટ્ર સામેલ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ કેરળમાં કોવિડના 2311 અને મહારાષ્ટ્રમાં 1956 કેસ છે. આ બંને રાજ્યોમાં કોરોનાના એક્ટિવ કેસ પણ વધી રહ્યા છે. વધતા કેસને જોતા કેન્દ્ર સરકારે ટેસ્ટ, ટ્રેક અને રસીકરણ પર ભાર આપવા કહ્યું છે. નિષ્ણાતોએ પણ લોકોને કોવિડથી બચવાની સલાહ આપી છે. ભીડવાળી જગ્યામાં ન જવા અને બહાર નીકળતા સમયે માસ્ક પહેરવા માટે કહ્યું છે.

આ પણ વાંચો: પ્રિયંકા ગાંધી વાયનાડ પરથી પેટાચૂંટણી લડશે? રાહુલ ગાંધી અદાણી કેસ મામલે ધ્યાન કેન્દ્રિત કરશે?

8600થી વધારે એક્ટિવ કેસ

દેશમાં એક્ટિવ દર્દીની સંખ્યા સતત વધી રહી છે. એક્ટિવ કેસ 8600થી વધારે છે. છેલ્લા 4 દિવસથી દરરોજ 1 હજારથી વધારે નવા કેસ નોંધાઈ રહ્યા છે. દિલ્હી, મહારાષ્ટ્ર, કેરળ, ગુજરાત, કર્ણાટકમાં સંક્રમણ સતત વધી રહ્યુ છે. છેલ્લા કેટલાક દિવસથી કોરોનાથી મોત પણ થઈ રહ્યા છે. નિષ્ણાતનું કહેવું છે કે કોવિડના વધતા કેસના કારણે એક્સબીબી.1.16 વેરિએન્ટ હોય શકે છે.

એઈમ્સમાં ક્રિટિકલ કેયર ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર ડો. યુદ્ધવીરસિંહનું કહેવું છે કે ઓમિક્રોનના એક્સબીબી.1.6 વેરિએન્ટના કેસ વધી રહ્યા છે. આ વેરિએન્ટના કારણે કેસ વધી રહ્યા હોય તેવુ પણ બની શકે છે. જો કે તેને લઈ ચિંતાની કોઈ વાત નથી. આ વેરિએન્ટ ભલે ઝડપથી ફેલાય રહ્યો હોય પણ તેના કારણે હોસ્પિટલાઈઝેશન અને મોતના કેસમાં વધારો થવાની આશંકા નથી.

આ લોકો રહે સર્તક

જે લોકો પહેલાથી જ કોઈ ગંભીર બીમારી સામે લડી રહ્યા છે તેમને ધ્યાન રાખવાની જરૂર છે. જો આ લોકોએ રસીકરણ કરાવ્યું નથી તો તે લોકો બૂસ્ટર ડોઝ લઈ શકે છે. વેક્સિન લીધી હોવાથી કોવિડના ગંભીર લક્ષણો સામે બચાવ થઈ શકે છે.

Next Article