COVID 19: રથયાત્રાના એક દિવસ પહેલા શહેરમાં લાગુ થશે કર્ફ્યુ, શ્રદ્ધાળુઓ સતત બીજા વર્ષે પણ નહિ કરી શકે ભગવાન જગન્નાથના દર્શન

|

Jul 04, 2021 | 10:31 AM

ભગવાન બલભદ્ર, દેવી સુભદ્રા અને ભગવાન જગન્નાથનો આ ઉત્સવ કોરોના રોગચાળાને લીધે ભક્તોની ભાગીદારી વગર સતત બીજા વર્ષે ઉજવવામાં આવી રહ્યો છે.12 જુલાઈએ યોજાનારા મહોત્સવના એક દિવસ પહેલા સમગ્ર પુરી શહેરમાં કર્ફ્યુ લગાવી દેવાશે.

COVID 19: રથયાત્રાના એક દિવસ પહેલા શહેરમાં લાગુ થશે કર્ફ્યુ, શ્રદ્ધાળુઓ સતત બીજા વર્ષે પણ નહિ કરી શકે ભગવાન જગન્નાથના દર્શન

Follow us on

Odisha: રાજ્ય સરકારે શનિવારે જણાવ્યું હતું કે, આ વર્ષે વાર્ષિક રથયાત્રા (Rath Yatra) મહોત્સવ ભક્તોની હાજરી વગર યોજાશે. શ્રદ્ધાળુઓને યાત્રના રસ્તા પર આવેલા મકાનો તેમજ બિલ્ડિંગની છત ઉપરથી પણ દર્શન કરવાની અને ધાર્મિક વિધિઓ જોવા માટેની અનુમતિ નથી આપવામાં આવી. પુરી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સમર્થ વર્માએ જણાવ્યું હતું કે, વહીવટીતંત્રએ પોતાના નિર્ણયની સમીક્ષા કરી છે અને ઘર અને હોટલોની છત પરથી રથયાત્રાને નિહાળવા પર પણ પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.

સાથે જ જણાવ્યુ કે, 12 જુલાઈએ યોજાનારા મહોત્સવના એક દિવસ પહેલા સમગ્ર પુરી શહેરમાં કર્ફ્યુ લગાવી દેવાશે. જે બીજા દિવસે બપોર સુધી અમલમાં રહેશે. વર્માએ વધુમાં જણાવ્યું કે, ભગવાન બલભદ્ર, દેવી સુભદ્રા અને ભગવાન જગન્નાથનો આ ઉત્સવ કોરોના રોગચાળાને લીધે ભક્તોની ભાગીદારી વગર સતત બીજા વર્ષે ઉજવવામાં આવી રહ્યો છે. સાથે જ તેમણે શહેરના લોકોને ટેલીવીઝન પર આ ઉત્સવનું લાઇવ ટેલિકાસ્ટ જોવા માટે અપીલ કરી હતી.

રથયાત્રાને લઈ થયેલી અરજીને ઓડિશા હાઈકોર્ટે ફગાવી

ભગવાન જગન્નાથની રથયાત્રા પુરી સીવાય કેન્દ્રપાડા અને બરગઢમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રા યોજવાને લઈ ઓડિશા હાઈકોર્ટેમાં 5 અરજી કરવામાં આવી હતી જેને હાઈકોર્ટે નામંજૂર કરી દીધી હતી.અરજદારોએ ઓડિશા સરકાર પાસેથી રથયાત્રા કેન્દ્રપાડા જિલ્લાની સાથે જ ભટલી તેમજ બારગઢમાં પણ યોજવા માટેની પરવાનગી માંગી હતી. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, આ રથયાત્રામાં ફક્ત સેવાદારો જ સામેલ થશે અને કોવિડ-19ના તમામ નિયમોનું પાલન કરવામાં આવશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

મહત્વનું છે કે, આ તમામ વચ્ચે રાજ્યમાં 12 જુલાઇએ યોજાનારી વાર્ષિક રથયાત્રા ફક્ત કોવિડ-19 પ્રોટોકોલના કડક પાલન વચ્ચે પુરીમાં જ યોજવામાં આવશે તેવી ઓડિશા સરકારે આ મહિને જાહેરાત કરી હતી.

 

આ પણ વાંચો: Surat : હવે કચરા વીણનારા લોકોને પણ આઈકાર્ડ અપાશે, 911 રેક પિકર્સ રજીસ્ટર્ડ

 

આ પણ વાંચો: Maharashtra: પાલઘરના ભારત કેમિકલ્સમાં થયો વિસ્ફોટ, ઘાયલોને સારવાર અર્થે ખસેડાયા હોસ્પિટલ

 

Next Article