COVID-19: કેન્દ્રએ રાજ્યોને આપી ચેતવણી, કહ્યું- તહેવારોમાં ભારે સાવચેતીની જરૂર

|

Oct 24, 2021 | 8:22 AM

કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના વાયરસ રોગચાળાને પગલે લોકો આગામી તહેવારો સુરક્ષિત અને સલામત રીતે ઉજવે તે જોવા જણાવ્યું છે.

COVID-19: કેન્દ્રએ રાજ્યોને આપી ચેતવણી, કહ્યું- તહેવારોમાં ભારે સાવચેતીની જરૂર

Follow us on

કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ઓનલાઈન સમારંભ, ઓનલાઈન શોપિંગને પ્રોત્સાહન આપવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા માટે વિવિધ પદ્ધતિઓ શોધવાનું પણ કહ્યું. કેન્દ્રએ કહ્યું કે, જિલ્લા આરોગ્ય અધિકારીઓએ (District Health Officers) સ્થાનિકસ્તરે કોરોનાના કેસોની (Corona’s case) સંખ્યા પર કડક નજર રાખવી જરૂરી છે.

કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના વાયરસ રોગચાળાને પગલે લોકો આગામી તહેવારો સુરક્ષિત અને સલામત રીતે ઉજવે તે જોવા જણાવ્યું છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે ( Health Secretary Rajesh Bhushan) શનિવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, કોવિડ-19 કેસની ( Covid-19 case) સંખ્યાને લઈને ગયા મહિને જાહેર કરાયેલ માર્ગદર્શિકા (SOPs)નું પાલન કરવું જોઈએ.

રાજ્ય સરકાર સૂચના જાહેર કરે
અત્રે ઉલ્લેખનીય છે કે, આરોગ્ય સચિવે (Health Secretary) રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રસીકરણ અને કોરોનાની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી. ભૂષણે પત્રમાં કહ્યું છે કે, ‘કન્ટેનમેન્ટ ઝોન તરીકે ઓળખાયેલા વિસ્તારો અને પાંચ ટકાથી વધુ કોરોના સંક્રમણનો દર ધરાવતા જિલ્લાઓમાં કોઈ સામૂહિક મેળાવડાની મંજૂરી આપવી જોઈએ નહીં’. તેમણે કહ્યું કે સંબંધિત રાજ્ય સરકારો દ્વારા તહેવારો દરમિયાન સાવચેતી રાખવા માટે જરૂરી સૂચનાઓ પૂરતા પ્રમાણમાં અગાઉથી જાહેર કરવી જોઈએ. તેમણે કહ્યું કે કોરોના અંગે જાહેર કરાયેલી માર્ગદર્શીકાઓના ઉલ્લંઘનના કિસ્સામાં શિક્ષાત્મક કાર્યવાહી પણ થવી જોઈએ.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

જોરશોરથી દરમિયાનગીરી કરો
કેન્દ્રએ કહ્યું કે તે મહત્વનું છે કે જિલ્લા આરોગ્ય અધિકારીઓએ સ્થાનિકસ્તરે કોરોનાના કેસોની સંખ્યા પર નજર રાખવી જોઈએ અને સમય સમય પર અને આરોગ્ય મંત્રાલય અને ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શીકાનું પાલન કરાવવું જોઈએ. ગયા મહિને, તબીબી નિષ્ણાતોએ તહેવારોની સિઝનમાં (festive season) બેદરકારીને કારણે કોરોનાના ત્રીજી લહેરની આગાહી કરી હતી. નિષ્ણાતોએ આ સમયગાળા દરમિયાન લોકોની ભીડને રોકવા માટે કડક પગલાં લેવાનું પણ સૂચન કર્યું હતું.

આ પણ વાંચોઃ સરકાર બેરોજગારોને 3500 રૂપિયા ભથ્થું આપી રહી હોવાનો વાયરલ મેસેજ તમને મળે તો તુરંત કરો આ કામ! જાણો શું છે મામલો

આ પણ વાંચોઃ Petrol-Diesel Price Today : પેટ્રોલ ડીઝલના ભાવમાં ભડકો, સતત પાંચમા દિવસે ઇંધણ મોંઘુ થયું, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ

Next Article