Covid 19: કોવિડથી સંક્રમિત લોકોમાંથી 25 ટકા લોકો ડાયાબિટીસથી પીડિત, એક અભ્યાસમાં થયો ખુલાસો

|

Nov 13, 2021 | 9:11 AM

અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે જે લોકોને કોરોના સંક્રમણ દરમિયાન સ્ટેરોઈડ અપાયુ હતુ. તેમના શરીરમાં સુગરનું પ્રમાણ વધી ગયું હતું.

Covid 19: કોવિડથી સંક્રમિત લોકોમાંથી 25 ટકા લોકો ડાયાબિટીસથી પીડિત, એક અભ્યાસમાં થયો ખુલાસો
Covid 19: 25% of people infected with covid suffer from diabetes, study reveals

Follow us on

Covid 19: કોવિડથી સંક્રમિત લોકોમાંથી 25 ટકા લોકો ડાયાબિટીસ (Diabetes) થી પીડિત છે.  નવી દિલ્હીની એપોલો હોસ્પિટલ (Apollo Hospitals, New Delhi) દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં આ વાત સામે આવી છે. હોસ્પિટલના ડોકટરોએ છેલ્લા બે વર્ષમાં તેમના આંતરિક ઓપીડી ડેટાના આધારે આ દાવો કર્યો છે.

એપોલો હોસ્પિટલના સેન્ટર ફોર ઓબેસિટી, ડાયાબિટીસ એન્ડ એન્ડોક્રિનોલોજીના સુભાષ કુમારે જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં હોસ્પિટલના ઓપીડી કોરોનાના દર્દીઓ આવ્યા હતા. તેમાંથી લગભગ 25 ટકા લોકોને ડાયાબિટીસ છે. આ બધા એવા લોકો હતા જેમને કોવિડ પહેલા ક્યારેય ડાયાબિટીસની સમસ્યા ન હતી. આ દર્દીઓમાં, કોરોનામાંથી સાજા થયા પછી ઘણા મહિનાઓ સુધી શુગરનું સ્તર નિયંત્રણમાં નહોતું. આ સિવાય અન્ય ઘણા દર્દીઓને કોવિડના થોડા દિવસો બાદ જ ડાયાબિટીસ થયો હતો.

10% દર્દીઓમાં હાઈપરગ્લાયકેમિઆ જોવા મળે છે
કોવિડથી સંક્રમિત લગભગ 10 ટકા દર્દીઓમાં હાઈપરગ્લાયસીમિયા (Hyperglycemia) પણ જોવા મળ્યો છે. કોવિડના દર્દીઓ જેમને પહેલાથી જ ડાયાબિટીસ (diabetes) હતી. તેમની ગ્લાયકેમિક સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. ડોક્ટરે કહ્યું કે હાઈપરગ્લાઈસેમિયામાં દર્દીના શરીરમાં લોહીમાં ગ્લુકોઝ (Glucose) નું સ્તર ખૂબ જ ઓછું થઈ જાય છે, જેના કારણે ઘણી બીમારીઓ થવાની શક્યતા રહે છે. ડોક્ટરના મતે જો શરીરમાં શુગરનું સ્તર નિયંત્રણમાં ન રહે તો કિડની, લીવર અને હૃદયને લગતી અનેક બીમારીઓ થઈ શકે છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સ્ટેરોઇડ્સ લેવાથી સમસ્યાઓમાં વધારો
અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે જે લોકોને કોરોના સંક્રમણ દરમિયાન સ્ટેરોઈડ આપવામાં આવી હતી. તેના શરીરમાં સુગરનું પ્રમાણ વધી ગયું હતું. ડાયાબિટીસના ઘણા દર્દીઓમાં સ્ટીરોઈડના ઉપયોગના કિસ્સાઓ છે. અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે ભારતીય લોકોમાં ડાયાબિટીસ પશ્ચિમી વસ્તી કરતા ઘણા વહેલા જોવા મળે છે. તેનું કારણ કેલરીથી ભરપૂર ખોરાક, ખોટી ખાવાની આદતો અને નબળી જીવનશૈલી માનવામાં આવે છે.

ડાયાબિટીસના દર્દીઓએ આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ

  • સુગર લેવલ નિયમિતપણે તપાસતા રહો
  • દરરોજ કસરત કરો
  • ખોરાકની કાળજી લો
  • મીઠાઈ ખાવાનું ટાળો

આ પણ વાંચો: સોનમ કપૂરે મોર્ડન ઇન્ડિયન લહેંગામાં બતાવ્યો તેનો સુંદર અંદાજ, તમે પણ જુઓ Photos

આ પણ વાંચો: નડિયાદમાં દોઢ માસના બાળકને તરછોડવાના મામલે થયો મોટો ખુલાસો, જાણો શા માટે માતા નિષ્ઠુર બની

Next Article