
Agniveer: અગ્નિવીર ગાવતે અક્ષય લક્ષ્મણ સિયાચીનમાં ફરજ દરમિયાન શહીદ થયા છે. ગાવતે અક્ષય લક્ષ્મણ પ્રથમ અગ્નિવીર છે, જે ફરજ દરમિયાન શહીદ થયા છે. તેમના શહીદ થયા પછી, ભારતીય સેનાએ તેમને શ્રદ્ધાંજલિ આપી અને આ દુઃખની ઘડીમાં તેમના પરિવાર સાથે મજબૂત રીતે ઊભા રહેવાની ખાતરી આપી.
આ પણ વાંચો: Junagadh: જૂનાગઢની બે દીકરીઓએ વગાડ્યો ડંકો, ઈઝરાયેલની આર્મીમાં બજાવી રહી છે ફરજ
પીડિત પરિવારને નિમણૂકના નિયમો અને શરતો અનુસાર નાણાકીય સહાય પણ આપવામાં આવશે. અગ્નિવીર ગાવતે અક્ષય લક્ષ્મણનું સિયાચીનમાં ફરજ દરમિયાન ઊંચાઈ સંબંધિત તબીબી સ્થિતિને કારણે શહીદ થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે ગાવતે અક્ષય લક્ષ્મણએ પહેલા અગ્નિવીર છે જે અગ્નિપથ યોજના હેઠળ ભરતી થયા હતા અને ડ્યુટી દરમિયાન શહીદ થયા છે.
આર્મી હેડક્વાર્ટરએ તેમના શહીદ થવા પર શ્રદ્ધાંજલિ આપી છે અને કહ્યું છે કે તે શોકગ્રસ્ત પરિવારની સાથે રહેશે. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે શહીદ અગ્નિવીરના પરિવારને નિયમો અનુસાર આર્થિક સહાય આપવામાં આવશે.
General Manoj Pande #COAS and All Ranks of the #IndianArmy salute the supreme sacrifice of #Agniveer (Operator) Gawate Akshay Laxman, in the line of duty, in the unforgiving heights of #Siachen. #IndianArmy stands firm with the bereaved family in this hour of grief. https://t.co/eNkOXjjxxd
— ADG PI – INDIAN ARMY (@adgpi) October 22, 2023
ભારતીય સેનાએ સોશિયલ સાઈટ X પર લખ્યું કે જનરલ મનોજ પાંડે અને ભારતીય સેનાના દરેક રૈંક સિયાચિનના મુશ્કેલ ઉચાઈ પર કાર્યરત સેનાના જવાનોમાં અગ્નિવીર ગાવટે અક્ષયના સર્વોચ્ચ બલીદાનને સલામ કરે છે. ભારતીય સેના દુઃખની આ ઘડીમાં શોકગ્રસ્ત પરિવારની સાથે મક્કમપણે ઉભી છે.”
લેહ સ્થિત હેડક્વાર્ટરે 14 કોર X પર લખ્યું કે બરફમાં મૌન રહેવા માટે, જ્યારે બ્યુગલ વાગે ત્યારે તેઓ ઉભા થશે અને ફરી કૂચ કરશે, ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સની તમામ રેન્ક સિયાચીનની કઠિન ઊંચાઈઓ પર ફરજ પર હતા ત્યારે અગ્નિવીર (ઓપરેટર) ગાવતે અક્ષય લક્ષ્મણના સર્વોચ્ચ બલિદાનને સલામ કરે છે અને પરિવાર પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરે છે.
સેના વતી કહેવામાં આવ્યું છે કે અગ્નિવીર (ઓપરેટર) ગાવતે અક્ષય લક્ષ્મણે ફરજની લાઈનમાં પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. દુખની આ ઘડીમાં દેશ શોકગ્રસ્ત પરિવારની સાથે મજબૂત રીતે ઉભો છે.
તમને જણાવી દઈએ કે અગ્નિપથ મોડલ સેનાની દાયકાઓ જૂની ભરતી પ્રણાલીથી સંપૂર્ણપણે અલગ છે. તેમાં ચાર વર્ષ માટે સૈનિકોની ભરતી કરવાની જોગવાઈ છે, તેમાંના 25%ને 15 વર્ષ સુધી નિયમિત સેવામાં રાખવાની જોગવાઈ છે. આ જોગવાઈ હેઠળ અગ્નવીરની નિમણૂક કરવામાં આવી છે.
નોંધનીય છે કે એપ્રિલ 1984માં ભારતીય સેના દ્વારા ગ્લેશિયર પર કબજો કરવામાં આવ્યો ત્યારથી, સિયાચીનની સુરક્ષા કરતી વખતે લગભગ એક હજાર સૈનિકો શહીદ થયા છે, જે 1999ના કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા લોકોની સંખ્યા કરતા લગભગ બમણી છે.