KV Subramanian Resign : દેશના મુખ્ય આર્થિક સલાહકાર કે.વી. સુબ્રમણ્યમે રાજીનામું આપ્યું, વડાપ્રધાન મોદી વિષે કહી દીધી આ વાત

|

Oct 08, 2021 | 6:50 PM

દેશના મુખ્ય આર્થિક સલાહકાર કે.વી. સુબ્રમણ્યને શુક્રવારે તેમના પદ પરથી રાજીનામું આપ્યું.

KV Subramanian Resign : દેશના મુખ્ય આર્થિક સલાહકાર કે.વી. સુબ્રમણ્યમે રાજીનામું આપ્યું, વડાપ્રધાન મોદી વિષે કહી દીધી આ વાત
file photo

Follow us on

દેશના મુખ્ય આર્થિક સલાહકાર કે.વી. સુબ્રમણ્યને શુક્રવારે તેમના પદ પરથી રાજીનામું આપ્યું. કે.વી. સુબ્રમણ્યને ટ્વિટ કર્યું કે મેં મારો 3 વર્ષનો કાર્યકાળ પૂરો થયા બાદ શિક્ષણ જગતમાં પાછા ફરવાનો નિર્ણય કર્યો છે. રાષ્ટ્રની સેવા કરવાનો આ એક સંપૂર્ણ લહાવો રહ્યો છે અને મને અદભૂત સમર્થન અને પ્રોત્સાહન મળ્યું છે.

દરરોજ જ્યારે હું નોર્થ બ્લોકની મુલાકાત લઉં છું, ત્યારે વિશેષાધિકાર સાથે આવતી જવાબદારીને ન્યાય આપવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કરતી વખતે મેં મારી જાતને આ વિશેષાધિકારની યાદ અપાવી છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

તમને જણાવી દઈએ કે કે.વી. સુબ્રમણ્યમે 7 ડિસેમ્બર 2018 ના રોજ દેશના મુખ્ય આર્થિક સલાહકાર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તે સમયે અરવિંદ સુબ્રમણ્યમે આ પદ છોડી દીધું હતું. તેમના રાજીનામા બાદ નવા સીઈએના નામની જાહેરાત હજુ સુધી સરકાર દ્વારા કરવામાં આવી નથી.

પોતાના કાર્યકાળ વિશે બોલતા કે.વી. સુબ્રમણ્યમે કહ્યું કે મને સરકાર તરફથી જબરદસ્ત પ્રોત્સાહન અને સમર્થન મળ્યું છે અને વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ સારા સંબંધો છે. આ સિવાય, મારા વ્યાવસાયિક જીવનના લગભગ ત્રણ દાયકાઓમાં મને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી કરતાં વધુ પ્રેરણાદાયી નેતા ક્યારેય મળ્યા નથી. કેવી સુબ્રમણ્યમે કહ્યું કે પીએમ મોદીની આર્થિક નીતિ અંગેની તેમની સમજણ ઘણી સારી છે.

આ પણ વાંચો : Air India Bid Winner : એર ઇન્ડિયાની કમાન ટાટા ગ્રુપના હાથમાં, 18 હજાર કરોડની લગાવી હતી બોલી

આ પણ વાંચો :કાશ્મીરમાં આ વર્ષમાં અત્યાર સુધી આતંકી હુમલામાં 28 લોકોના મોત, 22-23 ઓક્ટોબરે શ્રીનગર અને જમ્મૂનો પ્રવાસ કરી શકે છે HM અમિત શાહ

Published On - 6:07 pm, Fri, 8 October 21

Next Article