corona update: કોરોનાએ ત્રીજી લહેર માટે વધારી ચિંતા, દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 44658 કેસ નોંધાયા

|

Aug 27, 2021 | 10:29 AM

દેશમાં છેલ્લા બે દિવસથી કોરોનાના કેસની સંખ્યા વધતા ચિંતા ઉપજાવી છે. વિતેલા 24 કલાકમાં કોરોનાના નવા 44658 દર્દીઓ નોંધાયા છે, તો 496 દર્દીના મોત નિપજ્યા છે.

corona update: કોરોનાએ ત્રીજી લહેર માટે વધારી ચિંતા, દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 44658 કેસ નોંધાયા
દેશમાં કોરોનાના વધ્યા કેસ, એક જ દિવસમાં નોંધાયા નવા 44,658 કેસ

Follow us on

દેશમાં છેલ્લા ઘણા લાંબા સમયથી કોરોનાની (corona) બીજી લહેરમાં રાહત જેવી સ્થિતિ હતી, પરંતુ ફરી એક વખત કોરોનાની સ્થિતિ વધતી જણાય છે. માત્ર એક જ દિવસમાં 40 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. વિતેલા છેલ્લા 24 કલાકમાં કોરોનાના 44,658 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ, કોરોનાના સક્રિય કેસોની (Corona Active cases ) સંખ્યા ઝડપથી વધીને 3,44,899 થઈ ગઈ છે. એટલું જ નહીં, નવા કેસોમાં વધારો થવાને કારણે, સક્રિય કેસોની ટકાવારી પણ વધીને 1.06 ટકા થઈ છે, જે આ સપ્તાહની શરૂઆતમાં 1 ટકાથી ઓછી થઈ હતી. આના કારણે કોરોનાથી સાજા થવાનો રિકવરી રેટ પણ નીચે આવ્યો છે અને તે હવે 97.60% થઈ ગયો છે.

સાજા થતા લોકોની સંખ્યા ઘટી રહી છે, નવા કેસો વધી રહ્યા છે.
કોરોનાના (corona) સક્રિય કેસોમાં વધારો થવાનું એક કારણ એ છે કે નવા કેસોની સરખામણીમાં સાજા થનારા લોકોની સંખ્યા ઘટી રહી છે. એક તરફ, છેલ્લા બે દિવસથી સતત 40 હજારથી વધુ કેસ મળી રહ્યા છે, જ્યારે સાજા થનારા લોકોની સંખ્યા ઓછી છે. છેલ્લા એક દિવસમાં 32,988 લોકોએ કોરોનાને હરાવ્યો છે. અગાઉ ગુરુવારે એક દિવસમાં 46 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા અને હવે ફરીથી સમગ્ર દેશમાં 44 હજાર કેસ મળવાથી ચિંતા વધી છે. દેશના તમામ રાજ્યોમાં શાળાઓ, જીમ અને મોલ જેવી સંસ્થાઓ ખોલવાની સાથે હવે કેસોમાં વધારો થતાં ચિંતા વધી છે. આવી સ્થિતિમાં, કોરોનાને લઈને જાહેર કરેલ માર્ગદર્શિકાનુ કડકાઈથી પલાન કરવાનો સમય ફરી એક વખત પાછો આવી ગયો છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ પણ વાંચોઃ IND vs ENG: લીડ્ઝમાં રવિન્દ્ર જાડેજાને નામે થયો અનોખો રેકોર્ડ, સચિન તેંડુલકરની ડેબ્યૂ મેચમા રચાયેલ આ રેકોર્ડ 32 વર્ષે તૂટ્યો

 

આ પણ વાંચોઃ Maharashtra : મુંબઈ પોલીસના ડેપ્યુટી કમિશનર અને અન્ય બે પોલીસકર્મીઓ વિરુદ્ધ ગેરકાયદેસર વસૂલાતનો કેસ દાખલ,જાણો શું છે સમગ્ર મામલો ?

Next Article