કોરોનામાં આંશિક રાહત : છેલ્લા 527 દિવસોમાં સૌથી ઓછા એક્ટિવ કેસ, 24 કલાકમાં નોંધાયા આટલા કેસ

|

Nov 17, 2021 | 12:24 PM

સ્વાસ્થય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં છેલ્લા 40 દિવસથી કોરોનાના ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. તેમજ સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા પણ ઘટીને 1,28,555 થઈ ગઈ છે, જે કુલ કેસના 0.37 ટકા છે.

કોરોનામાં આંશિક રાહત : છેલ્લા 527 દિવસોમાં સૌથી ઓછા એક્ટિવ કેસ, 24 કલાકમાં નોંધાયા આટલા કેસ
File Photo

Follow us on

Corona Update : ભારતમાં એક દિવસમાં કોવિડ-19ના 10,197 નવા કેસ નોંધાયા બાદ દેશમાં કોરોના (Covid 19) વાયરસથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 3,44,66,598 થઈ ગઈ છે. તેમાંથી માત્ર કેરળમાં (Kerala) 5516 નવા કેસ નોંધાતા તંત્રની ચિંતા વધી છે. જો કે સારવાર હેઠળના કુલ દર્દીઓની સંખ્યા ઘટીને 1,28,555 થઈ ગઈ છે, જે 527 દિવસમાં સૌથી ઓછી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Health Department) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે વધુ 301 લોકોના મોત થયા બાદ મૃત્યુઆંક વધીને 4,64,153 થઈ ગયો છે.મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં સતત 40 દિવસ સુધી કોવિડ-19ના દૈનિક કેસ 20 હજારથી ઓછા છે અને છેલ્લા143 દિવસ સુધી 50 હજારથી ઓછા દૈનિક કેસ નોંધાઈ રહ્યા છે. ઉપરાંત રાહતની વાત એ છે કે, સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા પણ ઘટીને 1,28,555 થઈ ગઈ છે, જે કુલ કેસના 0.37 ટકા છે.

રિકવરી રેટમાં સતત સુધારો

આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા

છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 1,937નો ઘટાડો થયો છે. સાથે રિકવરી રેટ 98.28 ટકા થયો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે. માહિતી અનુસાર દૈનિક સંક્રમણ દર 0.82 ટકા નોંધાયો છે, જે છેલ્લા 44 દિવસથી 2 ટકાથી ઓછો છે. અત્યાર સુધીમાં કુલ 3,38,61,756 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. દેશવ્યાપી રસીકરણ અભિયાન (Vaccination Program) હેઠળ અત્યાર સુધીમાં કોવિડ-19 વેક્સિનના 113.68 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.

કોરોના સંક્રમણમાં ઘટાડો થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો

ઉલ્લેખનીય છે કે, દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા ગત વર્ષે 7 ઓગસ્ટે 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ અને 5 સપ્ટેમ્બરે 40 લાખથી વધુ થઈ ગઈ હતી. જ્યારે 16 સપ્ટેમ્બરના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બરના રોજ 60 લાખ, 11 ઓક્ટોબરના રોજ 70 લાખ, 29 ઓક્ટોબરના રોજ 80 લાખ અને 20 નવેમ્બરના રોજ 90 લાખને પાર પહોંચી ગયા હતા. ઉપરાંત આ કેસ 19 ડિસેમ્બરે એક કરોડને વટાવી ગયા હતા.ત્યારે હાલ કોરોનાનું સંક્રમણ (Corona Case) ઘટતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

મંત્રાલયના ડેટા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,64,153 લોકોના સંક્રમણને કારણે મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 12,42,177 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે કુલ પરીક્ષણનો આંકડો 62,70,16,336 પર પહોંચી ગયો છે.

 

આ પણ વાંચો: Delhi Air Pollution: પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ, સરકાર વર્ક ફ્રોમ હોમની તરફેણમાં નહી

આ પણ વાંચો: UNSCમાં પાકિસ્તાનને ભારતનો જડબાતોડ જવાબ, PoK ખાલી કરો-તાલીમ અને હથિયારો લઈને આતંકીઓ ખુલ્લા ફરે છે

Published On - 12:22 pm, Wed, 17 November 21

Next Article