Coronavirus Update : હરિયાણા સરકારનો નિર્ણય, 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને અપાશે ફ્રીમાં રસી

|

Apr 24, 2021 | 6:36 PM

Coronavirus Update : વધતા કોરોના સંક્રમણ વચ્ચે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલની અધ્યક્ષતામાં રાજ્ય સ્તરીય કોવિડ મોનિટરિંગ કમિટીની બેઠક થઇ.બેઠકમાં 1 મે થી 18 વર્ષથી વધારે ઉંમરના લોકોને સરકારી હૉસ્પિટલમાં મફત કોરોના વેક્સિન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો.

Coronavirus Update : હરિયાણા સરકારનો નિર્ણય, 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને અપાશે ફ્રીમાં રસી
Manoharlal Khattar

Follow us on

Coronavirus Update : વધતા કોરોના સંક્રમણ વચ્ચે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલની અધ્યક્ષતામાં રાજ્ય સ્તરીય કોવિડ મોનિટરિંગ કમિટીની બેઠક થઇ.બેઠકમાં 1 મે થી 18 વર્ષથી વધારે ઉંમરના લોકોને સરકારી હૉસ્પિટલમાં મફત કોરોના વેક્સિન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. જેના માટે 28 એપ્રિલથી રજિસ્ટ્રેશન શરુ થશે. સીએમએ કહ્યું કે રજિસ્ટ્રેશન નહી કરાવ્યું હોય તેમને રસી નહી આપવામાં આવે.

 

હરિયાણાની તમામ સરકારી હૉસ્પિટલમાં લોકોને રસી ફ્રી આપવામાં આવશે. ચંડીગઢમાં આજે  હરિયાણા મોનિટરિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો. મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં ગૃહમંત્રી અનિલ વિજ સહિત રાજ્યના કેટલાય અધિકારી ઉપસ્થિત હતા. સાથે જ મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો કે હરિયાણાની તમામ પ્રાઇવેટ હૉસ્પિટલમાં 50ટકા બેડ કોવિડ દર્દીઓ માટે આરક્ષિત કરવામાં આવે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

હરિયાણામાં કોરોનાના દર્દીઓ સતત વધી રહ્યા છે. હવે શુક્રવારે હરિયાણાથી 11,854 નવા કોરોના દર્દીઓની પુષ્ટી થઇ છે. આપને જણાવી દઇએ કે આ અત્યાર સુધીના સૌથી વધુ કોરોના કેસ છે. આ પહેલા ગુરુવારે હરિયાણામાં 9,742 કોરોના દર્દીઓની પુષ્ટિ થઇ હતી. શુક્રવારે રજૂ થયેલા હેલ્થ બુલેટીન પ્રમાણે ગુરુગ્રામમાં સૌથી વધારે 4,319 કોરોના દર્દી નોંધાયા છે. આ સિવાય ફરીદાબાદથી 1,450 સોનીપતથી 915 હિસારથી 885 અને કરનાલથી 616 અને પંચકૂલાથી 453 કોરોના દર્દીઓની પુષ્ટી થઇ છે.

Next Article