Coronavirus Update : કોવિન પોર્ટલને લઇ મોટુ એલાન, હિન્દી તેમજ ક્ષેત્રીય ભાષાઓમાં થશે લોન્ચ

|

May 17, 2021 | 6:40 PM

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને સોમવારે કોવિડ-19 પર મંત્રીઓના ગ્રુપની 26 મી બેઠકની અધ્યક્ષતા કરી.

Coronavirus Update : કોવિન પોર્ટલને લઇ મોટુ એલાન, હિન્દી તેમજ ક્ષેત્રીય ભાષાઓમાં થશે લોન્ચ
Cowin Portal (ફાઇલ ફોટો)

Follow us on

Coronavirus Update : કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને સોમવારે કોવિડ-19 પર મંત્રીઓના ગ્રુપની 26 મી બેઠકની અધ્યક્ષતા કરી. બેઠકમાં કોવિડ-19 થી લડવા માટેની નવી દવાના શુભારંભ માટે પ્રધાનમંત્રી મોદી અને રક્ષામંત્રીના નેતૃત્વની સરહાના કરી. સાથે જ કહ્યુ કે કોવિડના વેરિઅંટ્સનું મોનિટરિંગ કરવા માટે INSACOG નેટવર્કમાં 17 વધારે લેબ ઉમેરવામાં આવશે.

આ સિવાય કહેવામાં આવ્યુ કે સરકારી હસ્તક્ષેપ બાદ રેમડેસિવરનું ઉત્પાદન ત્રણ ગણુ વધારાયું છે. કોવિડ ફંગલના સંક્રમણને રોકવા માટે એમ્ફોટેરિસિન-બીનું ઉત્પાદન તેજ કરવામાં આવ્યું છે. સાથે જ કહેવામાં આવ્યું છે કે જલ્દી જ હિંદી અને ક્ષેત્રીય ભાષાઓમાં કોવિન ઉપલબ્ધ થશે.

આ પહેલા સવારે રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન તરફથી વિકસિત કરેલી કોવિડ-19 ની દવા 2-DG નો પહેલો જથ્થો રજૂ કર્યો. કોવિડ-19 ના મધ્યમ લક્ષણવાળા અને ગંભીર લક્ષણવાળા દર્દીઓ પર 2-ડીઓક્સી-ડી-ગ્લુકોઝ દવા ઇમરજન્સી ઉપયોગને ડીજીસીઆઈ તરફથી મંજૂરી મળી ચૂકી છે.

આ અવસર પર પોતોના સંબોધનમાં રાજનાથ સિંહે કહ્યુ કે દવા કોવિડ-19 દર્દીઓના ઉપચાર માટે આશાનું કિરણ લઇને આવી રહી છે. તેમણે કહ્યુ કે આ દેશના વિકાસ અને કૌશલનું અનુપમ ઉદાહરણ છે. રક્ષામંત્રીએ કહ્યુ કે આ સમય થાકવાનો અને આરામ કરવાનો નથી. કારણકે મહામારીના સ્વરુપને લઇને કોઇ ચોક્કસ જાણકારી નથી.

Next Article